આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર ભાજપ દિગ્ગજોને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં પણ…

મુંબઈઃ લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે અને સત્તાધારી પાર્ટી સાથે વિપક્ષ બંને દ્વારા પોતાના ઉમેદવારી પહેલી યાદી પણ બહાર પાડવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં હજી સુધી બેઠકોની વહેંચણીનો મુદ્દો ગૂંચવાયેલો છે.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં 400 બેઠક જીતવાનું લક્ષ્ય રાખનારી ભાજપ મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી સંભાવના છે. કેબિનેટ પ્રધાન રહેલા ખેરખાંઓને ભાજપ ચૂંટણીના મેદાનમાં ઉતારવાની તૈયારીમાં હોવાના અહેવાલ મળી રહ્યા છે. આમ છતાં સૌથી મોટા ડરની બાબત એ છે કે તેમનો વિજય થવો જોઈએ.

મહારાષ્ટ્રમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટીલ, પંકજા મુંડે, ગિરીશ મહાજન, આશિષ શેલાર અને વિનોદ તાવડે જેવા નેતાઓને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉમેદવારોના નામ સૂચવવામાં આવે તેવી શક્યતા છે ત્યારે શું આ તમામ ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયાર છે કે નહીં તે જાણી શકાયું નથી, કારણ કે જો આ ચૂંટણીમાં હારી જવાય તો પછી વિધનસભાની ચૂંટણીમાં પણ મોકો ન અપાય એવું બની શકે.

બીડ લોકસભા બેઠક ઉપરથી પંકજા મુંડેને ઉમેદવારી આપી શકાય તેવી શક્યતા છે. જોકે, 2019ની ચૂંટણીમાં એનસીપીના ધનંજય મુંડેની સામે હારનો સામનો કરવો પડ્યો હોવાના કારણે પંકજા મુંડેને મોટો ફટકો પડ્યો હતો.

આ ઉપરાંત ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન અને આશિષ શેલ્લાર પણ દિલ્હીથી ખૂબ નજીક હોવાનું મનાય છે. વિનોદ તાવડેને પણ બિહાર અને હરિયાણાની જવાબદારી આપવામાં આવેલી છે. આવામાં આ નેતાઓને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે એવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button