આમચી મુંબઈમહારાષ્ટ્ર

પંઢરપુરના મંદિરમાં ભક્તો નહીં કરી શકે આટલા દિવસ વિઠ્ઠુમાઉલીના દર્શન, આ છે કારણ…

પંઢરપુરઃ મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલું વિઠ્ઠલ ભગવાનું મંદિર ખૂબ જ લોકિપ્રય છે અને અહીં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, પણ હવે વિઠ્ઠુમાઉલીના ભક્તો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ત્રણ દિવસ બાદથી જ ભક્તો દોઢ મહિના સુધી ભગવાન વિઠ્ઠલના દર્શન નહીં કરી શકે. આવો જોઈએ આખરે કેમ?

મળી રહેલી માહિતી પ્રમાણે 15મી માર્ચથથી દોઢ મહિના માટે પંઢરપુરમાં આવેલું વિઠ્ઠલ મંદિર બંધ રાખવામાં આવશે. મંદિરના સંવર્ધન અને મેઈન્ટેનન્સ વર્ક માટે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે ભક્તો આગામી દોઢ મહિના સુધી અમુક કલાક માટે જ ભગવાન વિઠ્ઠલના દર્શન કરી શકશે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન ભક્તો સવારે પાંચથી બપોરે 11 વાગ્યા સુધી જ ભગવાન વિઠ્ઠલના મુખ દર્શન કરી શકશે. 14મી માર્ચથી શરૂ કરવામાં આવનારા કામમાં મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવેલી ગ્રેનાઈટની ફરસ કાઢવામાં આવશે જેને કારણે ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં આપવામાં આવે અને ભક્તો માત્ર મુખ દર્શન જ કરી શકશે.

જો તમે પણ પંઢરપુર જઈને વિઠ્ઠુ માઉલીના દર્શન લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ મહત્ત્વના સમાચાર વાંચીને એ પ્રમાણે જ તમારું ટ્રાવેલ પ્લાન કરજો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button