સ્પોર્ટસ

42મું રણજી ટાઇટલ મુંબઈના હાથવેંતમાં

ધવલ, મુલાણી, કોટિયનની ત્રણ-ત્રણ વિકેટ પછી રહાણે અને મુશીરે હાફ સેન્ચુરીથી મુંબઈને વિજયના માર્ગે લાવી દીધું

મુંબઈ: રણજી ટ્રોફીના 90 વર્ષના ઇતિહાસમાં મુંબઈ સૌથી વધુ 41 વાર ટ્રોફી જીત્યું છે અને આ વિક્રમને લંબાવવા મુંબઈને બહુ સારી તક મળી છે. છેલ્લે 2022માં પૃથ્વી શોના સુકાનમાં મુંબઈની ટીમ જરાક માટે 42મું ટાઇટલ જીતતા રહી ગઈ હતી, કારણકે ફાઇનલમાં સરફરાઝ ખાન (જે હાલમાં ભારતનો ટેસ્ટ પ્લેયર છે)ના પ્રથમ દાવના 134 રન છતાં એનો મધ્ય પ્રદેશ સામે મુંબઈનો પરાજય થયો હતો. જોકે આ વખતે અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈને ફરી મોકો મળ્યો છે.

સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ પ્રથમ દાવમાં 224 રન બનાવ્યા પછી પાંચ દિવસની ફાઇનલમાં સોમવારના બીજા દિવસે વિદર્ભને 105 રનમાં આઉટ કરીને 119 રનની સરસાઈ લીધી હતી. મુંબઈના ધવલ કુલકર્ણી, શમ્સ મુલાની અને તનુષ કોટિયને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. મુંબઈએ બીજા દાવમાં બે વિકેટે 141 રન બનાવ્યા હતા અને સરસાઈ સહિત મુંબઈના 260 રન હતા. મુંબઈ કુલ રનની આ સંખ્યા 350થી 400 રન સુધી પહોંચાડ્યા પછી વિદર્ભને એ ઊંચા ટાર્ગેટની અંદર જ આઉટ કરી શકે. એકંદરે મુંબઈ આ વખતે ફાઇનલ જીતવા માટે ફેવરિટ છે.

પૃથ્વી શો (11) અને ભુપેન લાલવાણી (18) સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા હતા, પણ ખરા સમયે પાછા ફૉર્મમાં આવી ગયેલા કૅપ્ટન અજિંક્ય રહાણે (58 નૉટઆઉટ, 109 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને મુશીર ખાન (51 નૉટઆઉટ, 135 બૉલ, ત્રણ ફોર) વચ્ચેની 107 રનની અતૂટ ભાગીદારીએ મુંબઈના વિજયની આશા ઘણી વધારી દીધી હતી. ખાસ કરીને રહાણે ધૈર્યથી અને બૉલને બરાબર પારખીને સચોટ શૉટ સિલેક્શન સાથે રમ્યો હતો.

મંગળવારે આ બેમાંથી એક બૅટર અથવા બન્ને પ્લેયર જો સદી ફટકારશે તો પરાજયની નાગચૂડમાંથી બચવું વિદર્ભ માટે બિલકુલ મુશ્કેલ થઈ જશે. વિદર્ભના યશ ઠાકુર અને હર્ષ દુબેએ એક-એક વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…