સ્પોર્ટસ

IPL-2025માં ધોનીની ટીમમાંથી રમશે રોહિત શર્મા! આ ખેલાડીના નિવેદને મચાવી સનસનાટી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન 22 માર્ચથી રમાશે. IPL 2024માં બધાની નજર રોહિત શર્મા પર રહેશે, જે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે બેટ્સમેન તરીકે ભાગ લેશે. રોહિતે તેની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતાડ્યું હતું. પરંતુ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત કરી દીધો છે અને હાર્દિક પંડ્યાને કપ્તાની સોંપી છે.

36 વર્ષીય રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. હાર્દિકે છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (જીટી)ની કેપ્ટનશીપ કરી હતી. IPL 2022 માં, હાર્દિક પંડ્યાએ તેની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સને ટાઇટલ જીતાડ્યું હતું.
હવે ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાયડુ નજીકના ભવિષ્યમાં ભારતીય કેપ્ટન રોહિતને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા માંગે છે. રાયડુનું માનવું છે કે રોહિત હજી 5-6 વર્ષ સુધી આરામથી IPL રમી શકે છે અને ધોનીની નિવૃત્તિ બાદ તે CSKની કેપ્ટનશિપ પણ કરી શકે છે. IPL 2025 પહેલા એક મેગા ઓક્શન યોજાવાનું છે, તેથી રાયડુના વાતમાં દમ હોય તેવું લાગે છે.


અંબાતી રાયડુએ કહ્યું હતું કે, ‘હું નજીકના ભવિષ્યમાં રોહિતને CSK માટે રમતા જોવા માંગુ છું. જો ધોની નિવૃત્ત થાય છે તો રોહિત ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ પણ કરી શકે છે. તે લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. જો તે CSK માટે રમે અને ત્યાં પણ જીતી શકે તો તે સારું રહેશે. તે CSKની કેપ્ટનશીપ કરશે કે નહીં તે તેના પર નિર્ભર રહેશે. રોહિત આગામી 5-6 વર્ષ સુધી આરામથી IPL રમી શકશે. અંબાતી રાયડુ કહે છે, ‘જો રોહિત શર્મા કેપ્ટન બનવા માંગે છે તો આખી દુનિયા તેના માટે ખુલ્લી છે. તે જ્યાં ઇચ્છે ત્યાં સરળતાથી કેપ્ટનશીપ કરી શકે છે. રોહિત પાસે તે કોલ લેવાનો અધિકાર હોવો જોઈએ. તે તેનો નિર્ણય લેશે કે તે નેતૃત્વ કરવા માંગે છે કે નહીં.


ચેન્નાઈ સુપર કિંગ્સનો વર્તમાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL-2025માં રમે છે કે નહીં એ તો હાલમાં આપણે જાણતા નથી, પણ તેમની ઉંમરના હિસાબે કદાચ તેઓ આઇપીએલમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી શકે છે. IPL 2023ના અંત પછી ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી હતી. IPL 2023ની ટ્રોફી જીત્યા બાદ ધોનીએ કહ્યું હતું કે તે ચાહકોને રિટર્ન ગિફ્ટ આપવા માંગે છે અને IPL 2024માં ભાગ લેવા માટે સખત મહેનત કરશે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker