
તમને જો એમ લાગતું હોય કે આજકાલની હિરોઇનો જ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે બોલ્ડ અને રિવીલિંગ ટીટ્સીબીટ્સી આઉટફીટ્સ પહેરતી હોય છે તો તમે ભૂલો છો. આવા રિવીલીંગ આઉટફીટ્સ પહેરવામાં હવે હીરો પણ કંઇ પાછળ નથી. હાલમાં જ રજૂ થયેલો ઓસ્કાર 2024નો એવોર્ડ સમારંભ એનું તાજુ ઉદાહરણ છે. આ એવોર્ડ સમારંભમાં એક મેલ એક્ટરે ન્યુડ આવીને હંગામો મચાવી દીધો હતો.
ઓસ્કાર 2024માં ફિલ્મ ઓપન હાઈમરે ભલે સૌથી વધુ એવોર્ડ જીત્યા હોય, પરંતુ ચારેબાજુ અભિનેતા અને ભૂતપૂર્વ રેસલર જોન સીનાની ચર્ચા થઈ રહી છે. આ સમારોહમાં જોન સીના બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનનો એવોર્ડ આપવા માટે સ્ટેજ પર આવ્યો હતો and guess what! આ સમયે તેણે શરીર પર કોઈપણ પોશાક પહેર્યો ન હતો. તેના નિર્વસ્ત્ર દેખાવે બધાના હોશ ઉડાવી દીધા હતા.

સ્ટેજ પર સમારોહના હોસ્ટ જીમી કિમેલ 50 વર્ષ પહેલા ઓસ્કર સ્ટેજ પર આવેલા એક અજાણ્યા માણસ વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે 50 વર્ષ પહેલા એક એવોર્ડ ફંક્શનમાં એક વ્યક્તિ કપડા વગર પહોંચ્યો હતો. જો હવે આવું થયું હોત તો શું થાત. આ પછી જોન સીના સ્ટેજની પાછળ છુપાતો જોવા મળ્યો હતો. જોન સીનાએ જીમીને પ્રેંક કરવાની ના પાડી દીધી તો જીમીએ જોન સીનાને આગળ આવીને એવોર્ડ રજૂ કરવા કહ્યું હતું.

ત્યારબાદ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર કેટેગરીના વિજેતાના નામ સાથેનું એક કવર લઈને જોન સીના સ્ટેજ પર આવ્યો હતો. તેણે ન્યુડ લુકમાં જ એવોર્ડ આપ્યો હતો. નોમિનેશનની જાહેરાત કર્યા પછી હોસ્ટ જીમીએ જોન સીનાના શરીરને કપડાથી ઢાંકી દીધું હતું. જોન સીના વિજેતાના ભાષણ સમયે પૃષ્ઠભૂમિમાં ઉભેલો જોવા મળ્યો હતો.
હોલી વેડિંગ્ટનને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ મળ્યો હતો જે જ્હોન સીના પ્રસ્તુત કરવા આવ્યો હતો. તેમને આ એવોર્ડ ફિલ્મ પુઅર થિંગ્સ માટે આપવામાં આવ્યો હતો.જોન સીનાનો આ નિર્વસ્ત્ર લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમારોહમાં પણ સ્ટાર્સ તેને જોઈને દંગ રહી ગયા હતા. કેટલાક લોકો તો તેને જોઈને હસી પણ પડ્યા હતા. તો ઘણા લોકોએ અભિનેતાના સ્નાયુબદ્ધ શરીરના પણ વખાણ કર્યા છે.

આ એક ટીખળ હતી, જે જ્હોન અને જીમી બંનેએ સાથે મળીને પ્લાન કરી હતી. જોકે, આ ટીખળ જોયા બાદ ત્યાં હોબાળો મચી ગયો હતો. લોકોના હોશ ઉડી ગયા. તેને એ હાલતમાં જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઓસ્કાર 2024ના બેકસ્ટેજ પરથી જોન સીનાનો ફોટો પણ સામે આવ્યો છે. આમાં તે અન્ડરવેઅર પહેરેલો જોઈ શકાય છે. લોકોએ મજાકમાં કહ્યું હતું કે જોન સીના ન્યુડ આવ્યો છે, પણ હકીકતમાં તેણે અન્ડરવેર પહેરી હતી.