ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA)ના ચાર દેશો સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ ભારત અને EFTAના ચાર દેશો સાથે વેપારને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સમજૂતીને મોદી સરકારની મોટી જીત ગણાવવામાં આવી રહી છે. પરંતુ ભારતની રાજદ્વારી જીતનું આ પહેલું ઉદાહરણ નથી, અગાઉ એક અમેરિકન રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે રશિયા 2022ના અંતમાં યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના બનાવી રહ્યું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેટલાક દેશોના નેતાઓએ આ હુમલાને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ થાય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વ ભારતની કૂટનીતિના પરાક્રમનો સ્વીકાર કરી રહ્યું છે.
આ વેપાર કરાર અંગે સ્વિટ્ઝર્લેન્ડે ભારતને કઠિન વાટાઘાટકાર ગણાવ્યું છે. ઇએફટીએના આ ચાર સભ્ય દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને લિક્ટેનસ્ટેઇનનો સમાવેશ થાય છે. સ્વિટ્ઝર્લૅન્ડના આર્થિક બાબતોના સચિવ, હેલેના બડલિગર આર્ટિડાએ જણાવ્યું હતું કે આ કરાર માટેની વાટાઘાટો ટૂંકી દોડ નહીં પણ એક મેરેથોન રેસ હતી.
ભારત સાથે આ અંગેની વાતચીત ઘણી મુશ્કેલ હતી. અમને કહેવામાં આવ્યું હતું કે તમને ભારતીય બજારોમાં આટલી સરળતાથી ઍક્સેસ નહીં મળે. પહેલા ટેરિફ રેટ નક્કી કરવા જોઈએ, પછી અમે ભારતીય બજારોમાં પ્રવેશ મેળવીશું. મને લાગે છે કે અમે સંપૂર્ણ સમર્પણ સાથે આ કરાર પર વાટાઘાટો કરી છે. અમે જાણતા હતા કે જો આ સોદો સંતુલિત અને ન્યાયી હશે તો તેનાથી બંને પક્ષોને ફાયદો થશે. આ કરાર હેઠળ સ્વિત્ઝરલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે. આ અંતર્ગત ભારતમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો ઉદ્દેશ્ય છે.
એમ કહેવામાં આવી રહ્યું છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત 14 બાબતો પર સહમતિ બની છે. આ કરાર હેઠળ, EFTA દેશોમાં ભારતીય ઔદ્યોગિક માલસામાનની ડ્યુટી ફ્રી એન્ટ્રી સુનિશ્ચિત કરવામાં આવી છે. આના બદલામાં ભારતમાં ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઈસ અને પ્રોસેસ્ડ ફૂડ પર લાદવામાં આવેલી ડ્યૂટીમાંથી છૂટ આપવામાં આવશે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટઃ-અહીં બે કે તેથી વધુ દેશો વચ્ચેના વેપારના નિયમો હળવા કરવામાં આવે છે. આ દેશો કાં તો આયાત અને નિકાસ કરવામાં આવતી ચીજવસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડે છે અથવા દૂર કરે છે. ઉપરાંત આયાત-નિકાસના નિયમોનું પણ ચુસ્તપણે પાલન થતું નથી. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશનના સભ્ય દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને નોર્વે બીજા નંબરનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને