નેશનલ

અયોધ્યા રામલલ્લાના દર્શને ગયેલા મિત્રો સરયૂ નદીમાં ડૂબ્યા, 6 માંથી 3ના મોત

લખનૌ: રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચેલા 6 મિત્રોને ગંભીર અક્સમાત નડ્યો છે. કાનપુરથી અયોધ્યા ગયેલા 6 મિત્રો સરયૂ નદીમાં સ્નાન કરવા પડ્યા હતા જેમાંથી 3 મિત્રોનું નદીમાં ડૂબવાથી મૃત્યુ થયું હતું. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી તેમણે બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમણે મરુત જાહેર કર્યા હતા.

અકસ્માતમાં કાનપુરના રહેવાસી 20 વર્ષીય રવિ મિશ્રા, 16 વર્ષીય પ્રિયાંશુ સિંહ અને 18 વર્ષીય હર્ષિત અવસ્થી સરયૂમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. માહિતી મળતા જ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે.

કાનપુરથી અયોધ્યા દર્શન માટે આવેલા યુવક સાથે ઘટના સમયે હાજર મિત્ર ક્રિષ્ના સાઇકલએ જણાવ્યું કે સરયૂમાં સ્નાન કરતી વખતે તે લપસી ગયો અને ઊંડા પાણીમાં ગયો. રવિ મિશ્રાને બચાવવા જતાં તમામ યુવાનો ડૂબવા લાગ્યા હતા.

બધા મિત્રો કાનપુરથી અયોધ્યા પૂજા કરવા આવ્યા હતા. શ્રી રામ હોસ્પિટલના વહીવટી અધિકારીએ જણાવ્યું કે કાનપુર શહેરમાંથી 6 બાળકો અયોધ્યા દર્શન અને પૂજા માટે આવ્યા હતા. સ્નાન કરતી વખતે આ ઘટના બની હતી. આ મિત્રો સામાન્ય સ્નાન ઘાટ પર સ્નાન કરવાને બદલે રામ કથા પાર્ક સ્થિત સ્મશાનભૂમિમાં સ્નાન કરી રહ્યા હતા. જ્યાં આ અકસ્માત સર્જાયો હતો. ત્રણેય મૃતકોના મૃતદેહોને શ્રી રામ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button