નેશનલ

બોલો ભારતના આ મંદિરમાં થયા એક સાથે અનેક રેકોર્ડ બ્રેક….

વારાણસીઃ શ્રી કાશી વિશ્વનાથ કોરિડોરને કારણે શ્રી કાશી વિશ્વનાથ ધામને તો શણગાર્યું જ છે, પણ એની સાથે સાથે ભક્તો પર પણ પોતાની એક આગવી મોહિની ચલાવી દીધી છે. દેશ-વિદેશથી ભક્તો બાબાના દર્શન કરવા માટે કાશી વિશ્વનાથ આવી રહ્યા છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં આ મંદિરના તમામ રેકોર્ડ બ્રેક થઈ ગયા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે આ વખતે શ્રાવણ મહિનામાં ભોલેબાબાના દર્શન કરવા આવનારા ભક્તોની સંખ્યા 1,63,17,000નો આંકડો વટાવી ગઈ છે. એટલું જ નહીં ભક્તોએ દર્શન કરીને દાન આપવામાં પણ મન ખૂબ જ મોટું રાખ્યું છે. ગયા શ્રાવણની વાત કરીએ તો આ વર્ષે શ્રાવણમાં ભગવાન બાબાને ગયા વર્ષ કરતાં આ વર્ષે પાંચ ગણુ વધારે દાન આપ્યું હતું.

આ બાબતે મંદિર સાથે સંકળાયેલા મુખ્ય કાર્યકારી અધિકારી સુનિલ વર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે 2023ના શ્રાવણ મહિનામાં ટોટલ રૂ. 16.89 કરોડનું દાન આવ્યું હતું. જ્યારે ગયા વર્ષના શ્રાવણ મહિનાની વાત કરીએ તો એ સમયે 3,40,71,065 કરોડ રૂપિયાનું દાન મંદિરને મળ્યું હતું.

શ્રી કાશી વિશ્વનાથ ધામનના વિસ્તારની વાત કરીએ તો આ ધામ 3000 ચોરસ ફૂટથી 5 લાખ ચોરસ ફૂટ સુધી વિસ્તર્યું છે. એટલું જ નહીં પણ અહીં પ્રાંગણમાં પ્રાથમિક સુવિધાઓ સાથે બાબાના દર્શન કરવાનું ભક્તો માટે ખૂબ જ સરળ બની ગયું છે.

શ્રી કાશી વિશ્વનાથ ધામની કાયાપલટને કારણે અહીં આવનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને પરિણામે વારાણસીમાં પરિવહન, હોટલ, ગેસ્ટ હાઉસ, નાવિક, મજૂરો, કાપડ ઉદ્યોગ, હસ્તકળા સહિતના અન્ય વ્યવસાયોમાં વૃદ્ધિ થવાને કારણે ધીરે ધીરે અર્થતંત્ર પણ વેગ પકડીને આગળ વધી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button