ધર્મતેજ

ઓક્ટોબર મહિનામાં બનવા જઈ રહ્યો છે આ વિશેષ યોગ, પાંચ રાશિના જાતકોને થશે બલ્લે બલ્લે…

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ નિર્ધારિત સમયે ગોચર કરે છે અને આવી જ એક મોટી હિલચાલ ઓક્ટોબર મહિનામાં થવા જઈ રહી છે અને આ ગ્રહોમાં ગ્રહોના રાજકુમાર બુધનો પણ સમાવેશ થાય છે. બુધ પણ પહેલી ઓક્ટોબરના દિવસે રાતે 8.45 કલાકે કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ જ્યારે કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને એને કારણે બુધાદિત્ય રાજયોગ સર્જાઈ રહ્યો છે.

અહીંયા તમારી જાણ માટે જણાવવાનું કે આ દરમિયાન સૂર્ય પહેલાંથી જ કન્યા રાશિમાં બિરાજમાન છે અને બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બંનેના સાથે આવવાથી બુધાદિત્ય રાજયોગ સર્જાઈ રહ્યોછે. બુધના ગોચરને કારણે કેટલીક રાશિઓને મોજા હી મોજા થઈ જવાના છે. આ સમયગાળા દરમિયાન પાંચ રાશિના જાતકોના જીવન પર સકારાત્મક અસર જોવા મળશે, તેમના બિઝનેસમાં વૃદ્ધિ થશે, કારકિર્દીમાં સફળતા મળશે. આવો જોઈએ કઈ છે આ પાંચ રાશિ-

મેષઃ

મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગની સારી અસર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને કાયદાકીય બાબતોમાંથી મોટી રાહત મળી શકે છે. વેપાર કરનારા વેપારીઓને આ સમયગાળા દરમિયાન કોઈ મોટો ફાયદો થતો જણાઈ રહ્યો છે. આ સાથે સાથે જ નોકરી કરી રહેલાં લોકોને પણ પ્રમોશન મળી શકે છે, પગારમાં વધારો પણ મળી શકે છે.

કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે બુધ અને સૂર્યના સંયોગથી બની રહેલો બુધાદિત્ય રાજયોગ આ સમયે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, આખા ઓક્ટોબર મહિનામાં આ રાશિના જાતકોને વેપાર-ધંધામાં પુષ્કળ આર્થિક લાભ થઈ રહ્યો છે. કામના સ્થળ પર આ સમય દરમિયાન તમને અધિકારીઓનો પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે. આજે તમને તમારા પિતા તરફથી આર્થિક મદદ મળશે. પૈસાની આવક થશે. ભાગીદારીના કામમાં જબરદસ્ત લાભ થશે.

ધનુઃ
બુધ અને સૂર્યનો યુતિ ધનુ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. આ સમય દરમિયાન, સૂર્ય અને બુધ બંને ગ્રહો એકસાથે આવીને આ રાશિના લોકોનું ભાગ્ય ઉજ્જવળ કરશે. આ સમયગાળા દરમિયાન, વ્યવસાયમાં પુષ્કળ નાણાકીય લાભ થશે. નોકરીમાં પ્રમોશનની સાથે અચાનક આર્થિક લાભ પણ થશે. પ્રોપર્ટીના કામોમાં સંપત્તિમાં વધારો થશે.

સિંહઃ
જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી અનુસાર સિંહ રાશિના લોકોને સાનુકૂળ પરિણામ મળે છે. ઑક્ટોબરના સમગ્ર સમયગાળા દરમિયાન વ્યવસાયમાં જબરદસ્ત નાણાકીય લાભ થશે. નોકરીમાં સ્થાન પરિવર્તનની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. વિદેશથી ધનલાભ થવાની સંભાવના છે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. એટલું જ નહીં આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

વૃષભઃ
વૃષભ રાશિના લોકોને પણ આ ગોચરને કારણે પુષ્કળ ફાયદો થઈ રહ્યો છે. આ સમયે ધંધાકીય કામમાં જબરદસ્ત વધારો થશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ અનુકૂળ સમય છે. જે લોકો લાંબા સમયથી ધંધામાં ખોટનો સામનો કરી રહ્યા છે તેમના માટે બુધાદિત્ય યોગ વરદાન સમાન રહેશે. આ સમયગાળા દરમિયાન, વ્યવસાયમાં જબરદસ્ત નાણાકીય લાભ થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. નોકરીમાં પ્રમોશન મળે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button