Neeta Ambani is my best friend જાણો કોણે કહ્યું આમ
રિલાયન્સ ગ્રુપ અને અંબાણી પરિવારની વહુરાણીના મિત્ર બનવાનું તો સૌને ગમે, પણ નીતા અંબાણીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ બીજા કોઈએ નહીં, પણ ખુદ Mukesh Ambaniએ કહ્યા છે. પતિ-પત્ની વચ્ચે મિત્રતા હોવી ખૂબ જરૂરી છે, પત્ની પતિની તાકાત હોય છે, પરંતુ હજુ પણ આપણા દેશમાં ઘણા ઓછા પુરુષો છે જે જાહેરમાં પત્નીની આટલી પ્રશંસા કરે છે. જોકે આપણા ગુજરાતી મુકેશભાઈએ પત્નીના બે મોઢે વખાણ કર્યા છે.
મુકેશ અંબાણીનો એક નાનકડો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ નીતા અંબાણીનો આભાર માને છે. તેઓ કહે છે કે મેં જે મેળવ્યું છે તે નીતાને કારણે મેળવ્યું છે. નીતાની આસપાસ અમારા બધાની દુનિયા છે. તે જામનગરમાં અમારા ગ્રુપની કૉ-ક્રિયેટર છે. તેણે મને હિંમત આપી અને સમજાવ્યું કે હું જીવનમાં ઘણું બધું કરી શકું તેમ છે. તેણે મને સમજાવ્યું કે જીવનમાં વેલ્યુ નહીં વેલ્યુએશન મહત્વનું છે.
મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે તે મારા જીવનમાં શું મહત્વ ધરાવે છે, તે શબ્દોમાં વ્યક્ત કરવાનું શક્ય નથી. તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. નીતા અને મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમની જામનગરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ. છેલ્લા કેટલાય દિવસોથી આ પરિવાર મીડિયામાં છવાયેલો છે. આ દિવસો દરમિયાન અંબાણી પરિવારની એક એક વાત લોકોને જાણવી ગમે છે. ખાસ કરીને 60 વર્ષીય નીતા અંબાણી સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.