ઉત્સવ

રાઠોડોથી ત્રસ્ત મોગલ સુબાએ ઔરંગઝેબથી છાનું સમાધાન કર્યું

રાઠોડોથી ત્રસ્ત મોગલ સુબાએ ઔરંગઝેબથી છાનું સમાધાન કર્યું

વિશ્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ

(35)
એમ દુર્ગાદાસ અને રાઠોડ સરદારો આસાનીથી સોજતનું યુદ્ધ ભૂલી શકતા નહોતા કારણ કે તેમણે પાંચ-છ મહત્ત્વના યોદ્ધાઓને કાયમ માટે ગુમાવી દીધા હતા. રાઠોડોએ પીછેહઠ કરી હતી પણ તલવાર મ્યાન નહોતી કરી.
તેઓ સોજતથી આસપાસ તકની રાહ જોતા રહ્યા. ફરી બન્ને પક્ષે ખુવારી
થઈ. આ ઝપાઝપી અને છમકલાં વચ્ચે દુર્ગાદસ રાઠોડ ભાગ્યે જ એક જગ્યાએ શાંતિથી બેઠા.

અંતે ફરતા ફરતાં તેઓ પોતાના વતન મારવાડ પાછા ફર્યા. પરંતુ વધુ રોકાવાને બદલે તેમણે મોગલોના કબજા હેઠળના રેવાડી, મેવાત અને રોહિટમાં લૂંટફાટ ચલાવી.

આ લૂંટનો ધ્યેય આમ પ્રજાને કનડવા કરતા મોગલોને પડકારવાનો હતો.
દુર્ગાદાસ રાઠોડ દિલ્હી ભણી આગળ
વધતા હોવાનું જાણીને મોગલોએ
એમને રોકવા ચાર હજાર સૌનિકોને મોકલ્યા. બન્ને વચ્ચે થોડા કિલો મીટરનું અંતર રહ્યું, ત્યારે ચાલાક દુર્ગાદાસે દિશા બદલી નાખી.

રાઠોડ સેના સરહિન્દ ભણી રવાના થઈ. પંજાબના જિલ્લા ફતેહગઢ સાહિબસ્થિત સરહિન્દનું ભારતીય ઈતિહાસમાં અનોખું સ્થાન છે.
અહીંની ધરતી પર જ શ્રી ગુરુ ગોવિંદસિંહના નાના દીકરા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ સાહિબને સરહિન્દના સુબા વઝીરખાને ભીંતમાં જીવતા ચણાવી દીધા હતા. એ ઔરંગઝેબના મોગલ કાળનો સૌથી કાળો-ક્રૂર તબક્કો હતો.

આ તરફ મહારાજા અજીતસિંહ પ્રગટ થયાના અને એમના રાજતિલક થયાના વાવડ મળતા જ ઔરંગઝેબ ઉશ્કેરાયો. તેણે એક માણસ થકી મારવાડના સુબા ઈનાયત ખાનને તાકીદ કરી કે રાઠોડોના બળવાને ગમે તેમ કરીને કચડી નાખો. પરંતુ સાથે વધારાનું સૈન્ય સાધન-સામગ્રી મોકલાયા નહોતા. આમે ય વારંવારના હુમલાથી મોગલ ચોકી અને સરદાર કે – સૌનિકો અસલામત હતા.

ન જાણે શા માટે પણ ઔરંગઝેબની પરવાનગી વગર જ છાનામાન સોજત થઈને રાઠોડો સાથે સમાધાનની ચર્ચા શરૂ કરી દીધી.

શાંતિ જાળવવા અને લૂંટફાટ બંધ
કરવા બદલ તેણે મહારાજા અજીતસિંહને શિવાના પર રાજ કરવાનો અને કર
વસૂલ કરવાના હક આપી દીધા. અલબત્ત આ હક આપવાની કેટલી સત્તા એની
પાસે હતી એ સવાલ આવે જ. પરંતુ દુર્ગાદાસ રાઠોડને લીધે મોગલોની માનસિકતા કેવી હતી એનો ચિતાર મળે છે આ ઘટનામાંથી.
પરંતુ આ સમાધાન લાંબુ ન ટક્યું.

થોડા મહિનામાં ઈનાયત ખાનના મોતથી સ્પષ્ટ થઈ ગયું કે હવે જોધપુરમાં
દિલ્હીથી નવા કોઈની નિમણૂક થશે, પરંતુ એ અગાઉ જોધપુર પર કબજો જમાવવા રાઠોડ તત્પર હતા પણ એ નેમમાં સફળતા ન મળી.
આ સંજોગોમાં ઔરંગઝેબ નવી ચાલ ખેલી ગયો. જોધપુરને અજમેરના સૂબાની હકુમતમાંથી હટાવીને વધુ રળતા અમદાવાદના સૂબેદાર કારતલબ ખાન હેઠળ મૂકી દીધું.

ખાનને માન, હોદ્દા-બઢતી અને આવકથી ખુશખુશાલ કરી દીધો. સાથોસાથ તેને આદેશ આપયો કે તમે પોતે જઈને જોધપુરમાં ચિરસ્થાયી શાંતિની સ્થાપના કરો. શું કરતલબ ખાન નામના સોગઠા થકી ઔરંગઝેબ જીત મેળવી શકવાનો હતો? (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ