બોર્ડ પરીક્ષાના પેપર સાચવવા થ્રિ-લેયર
સિક્યુરિટી સાથે 140 સ્ટ્રોંગરૂમ તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ધોરણ. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના પ્રારંભ પહેલા રાજ્યના અંદાજે 140 જેટલા સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો મોકલી આપવામાં આવ્યાં છે, જ્યાં થ્રિ-લેયર સિક્યુરીટીમાં પ્રશ્નપત્રો સાચવવામાં આવશે. એટલું જ નહીં, બોર્ડ દ્વારા તમામ ડીઈઓને સુચના આપવામાં આવી છે કે, સ્ટ્રોંગરૂમની ઓચિંતી મુલાકાત લેવામાં આવે. એ સિવાય સ્ટ્રોંગરૂમમાંથી નિકળેલા પ્રશ્નપત્રો નિયત પરીક્ષા કેન્દ્રો સુધી અને ત્યાંથી પરીક્ષા ખંડ સુધી પહોંચે તે માટે પીએટીએ એપ્લિકેશનના માધ્યમથી પ્રશ્નપત્રોનું ટે્રકિગ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા માટેના પ્રશ્નપત્રો પ્રિન્ટ થઈને તૈયાર થયા બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમમાં શુક્રવારના રોજ મોકલી દેવામાં આવ્યા હતા અને આ પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં આવ્યા બાદ સ્ટ્રોંગરૂમ સીલ કરી દેવાયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર રાજ્યમાં 140 જેટલા સ્ટ્રોંગમ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના પણ 12 જેટલા સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો આવી ગયા હોવાનું જાણવા મળે છે. પ્રશ્નપત્રોના વાહનો સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉપરાંત પ્રશ્નપત્રો જે વાહનોમાં લઈ જવામાં આવ્યા હતા તેમાં પણ જીપીએસ ટે્રકિગ સિસ્ટમ લગાવેલી હોવાથી પ્રશ્નપત્રો પોતાના નિર્ધારીત ટ દ્વારા જ સ્ટ્રોંગરૂમ સુધી પહોંચ્યા છે કે કેમ તેની પણ ખાતરી કરવામાં આવી હતી. તમામ પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં પહોંચ્યા બાદ ત્યાં થ્રી લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્ટ્રોંગરૂમમાંથી નિકળેલા પ્રશ્નપત્રો નિયત પરીક્ષા કેન્દ્રો સુધી અને ત્યાંથી પરીક્ષા ખંડ સુધી પહોંચે તે માટે પીએટીએ એપ્લિકેશનના માધ્યમથી પ્રશ્નપત્રોનું ટે્રકિગ કરવામાં આવશે. પ્રશ્નપત્રો ઝોનલ કચેરીથી નીકળે ત્યારે તેના ફોટા સાથેની વિગતો એપ્લિકેશનમાં અપલોડ કરાશે. ત્યારબાદ વાહનોમાં પ્રશ્નપત્રો નક્કી કરેલા સેન્ટર સુધી પહોંચે તેનું પણ ટે્રકિગ થશે. પરીક્ષા સ્થળ ખાતે આવ્યા બાદ પણ પ્રશ્નપત્રોના બંડલના ફોટો અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ પરીક્ષા ખંડમાં પહોંચેલા બંડલોનું પણ ટે્રકિગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉ