જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો સંપન્ન થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે રાત્રે સાધુ સંતોની રવેડી યોજાઇ હતી જેમાં સાધુ સંતોના અંગક્સરતના દાવ, લાઠીદાવ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. બાદમાં રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી. ત્યાં મૃગીકુંડમાં સાધુ સંતોએ સ્નાન કર્યું હતું. આ સાથે મહાશિવરાત્રી મેળો સંપન્ન થયો હતો. મેળાના અંતિમ દિવસે અંદાજે આઠ લાખ લોકો ઉમટ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રિ મેળાના અંતિમ દિવસે લાખો ભાવિકો ઉમટી પડયા હતા. તેમજ રાતે સાધુઓની રવેડી કાઢવામાં આવી હતી, જેને પગલે ભવનાથ ટ પર બેરીકેડ બાંધી દેવામાં આવ્યાં હતાં. રાત્રીના ભવનાથ તળેટીમાં સાધુ સંતોની પરંપરાગત રવેડી જોવા માટે ભાવિકોએ કલાકો સુધી રાહ જોઈ હતી. ડી.જે.ના તાલે સાધુ-સંતોએ ટે્રક્ટરમાં બેસી હર હર મહાદેવ'ના નાદ સાથે રવેડી કાઢી હતી. નાગા સાધુઓએ અવનવા કરતબો કર્યા હતા જેને જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા. મેળામાં આવેલા ભાવિકોએ સાધુઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. રવેડી પૂરી થયા બાદ સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી.
હર હર મહાદેવ’ના નાદથી ભવનાથ શિવમય બન્યું હતું. સાધુ-સંતો અને ભાવિકોની ભીડ વચ્ચે પાંચ દિવસથી ચાલતો મહાશિવરાત્રિનો મેળો મોડી રાત્રે પૂર્ણ થયો હતો. મોડીરાત સુધી લોકોનો પ્રવાહ તળેટીથી શહેર તરફ વહેતો રહ્યો હતો. રવેડી જુના અખાડા ખાતેથી શરૂ થઈ મંગલનાથજી આશ્રમ પાસે થઈ દતચોક અને ત્યાંથી ઇન્દ્રભારતીબાપુના ગેટ પાસે થઈને પાછળના રોડ થઈ પરત ભારતી આશ્રમ પાસે આવી પહોંચી હતી. પ્રથમ અખાડાના આરાધ્યદેવોને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં સાધુ સંતોએ મૃગીમુંડમાં સ્નાન કર્યું હતું. ભવનાથ મહાદેવની મહાઆરતી પણ કરવામાં આવી હતી. જે બાદ મહાશિવરાત્રિનો મેળો સંપન્ન થયો હતો. ઉ