સ્પોર્ટસ

‘દુશ્મની’માં સ્કોર બરાબરીનો: ગિલની ફટકાબાજી પછી ઍન્ડરસનનો જ શિકાર થયો

ઝહીર ખાને કહ્યું, ‘ગિલ ઇંગ્લૅન્ડ આવે એટલી વાર છે એવું ઍન્ડરસન મનમાં જરૂર વિચારતો હશે’

ધરમશાલા: શુભમન ગિલે 2021માં ટેસ્ટ કરીઅર શરૂ કરી છે ત્યારથી ઇંગ્લૅન્ડના સર્વશ્રેષ્ઠ બોલર જેમ્સ ઍન્ડરસન સાથે તેની ક્રિકેટના મેદાન પર હંમેશાં ‘દુશ્મનાવટ’ રહી છે. ત્રણ વર્ષમાં ગિલને ઍન્ડરસન અગાઉ પાંચ વાર આઉટ કરી ચૂક્યો હતો અને શુક્રવારે છઠ્ઠી વાર તેનો શિકાર થયો. ગિલ બીજા કોઈ પણ બોલરનો આટલી વખત શિકાર નથી થયો. ઍન્ડરસન સામે ગિલની બૅટિંગ-ઍવરેજ 35.83ની રહી છે, પણ શુક્રવારે ધરમશાલામાં સિરીઝની છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે ગિલ પણ તેને નડી ગયો હતો.

ચોથી ટેસ્ટ સદી ફટકારનાર ગિલે આ સિરીઝમાં 400 રન પણ પૂરા કર્યા. તેણે પાંચ સિક્સર અને બાર ફોરની મદદથી 110 રન બનાવ્યા હતા. ગિલ ભલે ઍન્ડરસન સામે વધુ સાવચેતીથી રમતો હતો, પણ તેણે ઍન્ડરસનના કેટલાક લૂઝ બૉલને બરાબરીની ટ્રીટમેન્ટ તો આપી જ હતી. ખાસ કરીને તેના બૉલમાં ફટકારેલી સ્ટ્રેઇટ સિક્સર જોવા જેવી હતી.

READ MORE: https://bombaysamachar.com/sports/ind-vs-eng-hitman-and-prince-batting-sensational-both-batsmen-score-centuries-to-blow-the-english-away/

ઍન્ડરસને બૉલ ફેંક્યો કે એને તરત પારખીને ગિલ આગળ આવ્યો અને ઍન્ડરસનના માથા પરથી છગ્ગો ફટકારી દીધો હતો. ખુદ ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટૉક્સ પણ ગિલના આ શૉટને બિરદાવવાનું ટાળી નહોતો શક્યો. યાદ છેને, ઑક્ટોબરનો ટી-20નો વર્લ્ડ કપ! એમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હૅરિસ રઉફને વિરાટ કોહલીએ ફટકારેલી બે સિક્સરમાંથી એક સિક્સરમાં બૉલ તેના માથા પરથી જ ગયો હતો.

ફરી ગિલ-ઍન્ડરસનની હરીફાઈની વાત કરીએ તો ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાને ગિલ વિશે બહુ સરસ કહ્યું છે. તેણે મૅચના બ્રૉડકાસ્ટરને ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘ગિલને નૅચરલ ગેમ રમતો જોવાનું મને બહુ ગમ્યું. હૈદરાબાદની પ્રથમ ટેસ્ટમાં ગિલ ખૂબ સુરક્ષિત અભિગમથી રમ્યો હતો. જોકે ત્યાર પછી તેણે પોતાની ગેમમાં જે રીતે સુધારો કર્યો એ જોવા લાયક હતો. તેનામાં ગજબનો આત્મવિશ્ર્વાસ આવી ગયો. ગિલની આ સફળતામાં કૅપ્ટન રોહિત અને કોચ દ્રવિડનું પણ યોગદાન છે.

READ MORE: https://bombaysamachar.com/sports/ind-vs-eng-hitman-and-prince-batting-sensational-both-batsmen-score-centuries-to-blow-the-english-away/

ગિલે ઍન્ડરસનના એક બૉલમાં જે સ્ટ્રેઇટ શૉટ માર્યો એ જરાય આસાન નહોતો. અહીં ભારતમાં બૅટિંગ માટે હવામાન અને બીજા પરિબળો ફેવરેબલ છે. મને લાગે છે કે ઍન્ડરસન જરૂર વિચારતો હશે કે ગિલ આવતા વર્ષે ઇંગ્લૅન્ડ આવશે તો તેને બતાવી દઈશ.’ ગિલ ટેસ્ટમાં સૌથી વધુ છ વખત ઍન્ડરસનની બોલિંગમાં અને ત્યાર પછી ત્રણ-ત્રણ વાર નૅથન લાયન તથા પૅટ કમિન્સની બોલિંગમાં આઉટ થયો છે.

શુક્રવારે ગિલ પોતાના 150મા બૉલ પર ઍન્ડરસનના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે ગિલ સેન્ચુરી પૂરી કરવામાં સફળ રહ્યો એનો અફસોસ ઍન્ડરસનને જરૂર થતો હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button