ટોપ ન્યૂઝનેશનલ

મહિલા દિવસ પર PM મોદીએ આપી ભેટ, LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હીઃ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને મોટી રાહત મળી છે. ગઈકાલે ઉજ્જવલા યોજનામાં રાહત આપ્યા બાદ હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024 પહેલા એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની રાહત આપવાનો મોટો નિર્ણય લીધો છે.

આનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણીય સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જે સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરશે. સરકારના આ પગલાથી સામાન્ય માણસને ઘણી રાહત મળી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પીએમ મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સરકારના આ પગલાથી દેશભરના લાખો પરિવારોનો આર્થિક બોજ ઓછો થશે. મહિલા દિવસના અવસર પર પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે આજે અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટ આપવાનો મોટો નિર્ણય લીધો છે.


લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના અંગે પણ મોટો નિર્ણય લીધો હતો. ઉજ્જવલા યોજના હેઠળ, એલપીજી સિલિન્ડર પર સબસિડી 31 માર્ચ 2025 સુધી ઉપલબ્ધ રહેશે. આ રીતે, આગામી એક વર્ષ દરમિયાન, યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પરિવારોને 12 એલપીજી સિલિન્ડર મળશે, જેમાં સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી મળશે.

નોંધનીય છે કે દેશમાં કુલ 31 કરોડ 40 લાખ એલપીજી કનેક્શન છે. તેમાંથી 10 કરોડથી વધુ લાભાર્થીઓ તો ઉજ્જવલા યોજનાના છે. કેન્દ્ર સરકારે દેશના 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને સબસિડીવાળા એલપીજી સિલિન્ડર આપવા માટે પીએમ ઉજ્જવલા યોજનાનો સમયગાળો એક વર્ષ સુધી લંબાવ્યો છે. વર્ષ 2016માં લાગુ કરાયેલી આ યોજનાનો સમયગાળો માર્ચ 2024માં સમાપ્ત થઈ રહ્યો હતો. ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે આ યોજના 31 માર્ચ, 2025 સુધી ચાલુ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button