ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

IMFની ખેરાત પર નભતુ કંગાળ પાકિસ્તાન, આગામી લોન માટે ભારતની IMFને ટકોર, ‘જરા સંભાલ કે…’

નવી દિલ્હી: IMF ની ખેરાત પર નભતા કંગાળ પાકિસ્તાન પર ભારતે જોરદાર પ્રહાર કર્યા છે. પાકિસ્તાનને આપવામાં આવતા IMFના બેલઆઉટ પેકેજ પર ભારતે કડક વલણ અપનાવ્યું છે અને લોનના નાણાં પર ‘સખત દેખરેખ’ની હિમાયત કરી છે. ભારતે પાકિસ્તાનને લઈને IMFને ચેતવણી આપી છે કે દેશોએ આવા નાણાંનો ઉપયોગ સંરક્ષણ ખર્ચ અથવા અન્ય દેશોના દેવાની ચૂકવણી માટે કરવો જોઈએ નહીં.

ગયા વર્ષે જુલાઈમાં, ફંડે પાકિસ્તાનને 3 બિલિયન ડોલરની ટૂંકા ગાળાની સ્ટેન્ડ-બાય એરેન્જમેન્ટ (SBA) આપી હતી. આ લોન IMF દ્વારા ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા દેશોને આપવામાં આવે છે, જે ટૂંકા ગાળાની છે. આ લોનની સમીક્ષા દરમિયાન, IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે IMF એક્ઝિક્યુટિવ બોર્ડ સમક્ષ ભારતની સ્થિતિ રજૂ કરી. ભારત સામાન્ય રીતે IMF પાસેથી લોનની પાકિસ્તાનની માગણીઓથી દૂર રહે છે. ગયા જુલાઈમાં SBAને મંજૂરી મળી ત્યારે ભારતે પણ આવું જ કર્યું હતું.

જાન્યુઆરીમાં જ્યારે IMFએ પાકિસ્તાનને લોન આપી હતી ત્યારે ભારત મતદાનમાં ગેરહાજર રહ્યું હતું. જે બાદ IMFએ પાકિસ્તાનને 70 કરોડ ડોલરનો હાફતો આપ્યો હતો.જો કે, આ વખતે, ભારત સરકારે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને વિનંતી કરી કે IMF બોર્ડને જણાવો કે IMF થી મેળવેલા ભંડોળનો પાકિસ્તાન કઈ રીતે ઉપયોગ કરે છે. તેના પર નિયંત્રણ રાખે અને સંતુલન સ્થાપિત કરે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતે ભારતે IMF એક્ઝિક્યુટિવ બોર્ડ સમક્ષ કહ્યું હતું કે, ‘વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપવામાં આવેલા ભંડોળને સંરક્ષણ ખર્ચ અને અન્ય દેશોના દેવાની ચૂકવણીમાં ન વાળવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આવી દેખરેખ જરૂરી છે.’

ભારતની આ ટિપ્પણી એટલે મહત્વની માનવમાં આવે છે કારણ કે પ્રધાનમંત્રી શહબાઝ શરિફના નેતૃત્વવાળી પાકિસ્તાનની નવી સરકાર IMFથી વધારાની લોન માટે ‘તત્કાળ વાટાઘાટો’ કરી રહી છે. જેમાં SBA અંતર્ગત 1.2 અરબ ડોલરનો બાકી રહેલો કરજ પણ સામેલ છે.

પાકિસ્તાન ગયા વર્ષે જૂનમાં ભારે વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરી રહ્યું હતું અને ડિફોલ્ટની આરે હતું. તેનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ઘટીને 3.5 બિલિયન ડૉલર થઈ ગયો અને આટલા પૈસાથી પાકિસ્તાન માત્ર એક મહિના માટે જ વિદેશમાંથી આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરી શકતું હતું. પછી IMFએ કર્જથી બહાર આવવા તેની મદદ કરી હતી.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને 2022 માં ગંભીર પૂર, દેવું અને પ્રચંડ ફુગાવાના કારણે ભારે ફટકો પડ્યો હતો અને તેની અર્થવ્યવસ્થા 2022-23માં સંકોચાઈ હતી, જે અત્યાર સુધી સુધરી નથી.

ગયા મહિને સામાન્ય ચૂંટણીના પરિણામો પછી, મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે સ્વીકાર્યું હતું કે ઓછામાં ઓછા 2026-27 સુધી પાકિસ્તાનને બહારના દેવાની ભારે જરૂર પડશે. મતલબ કે IMF પાસેથી લોન લીધા પછી પણ પાકિસ્તાનને લાંબા સમય સુધી લોનની જરૂર પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button