આમચી મુંબઈ

સીટ શેરિંગ મુદ્દે શિંદે-ફડણવીસ-પવાર જૂથ વચ્ચે કોકડું ‘વણઉકેલાયું’: ‘દાદા’ દિલ્હી રવાના?

મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પૂર્વે સત્તાધારી પાર્ટી પોતાના સાથી પક્ષોને લઈ ચાલી રહી હોવાના અહેવાલ છે, જેમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાનીમાં એકનાથ શિંદે-અજિત પવાર જૂથ સાથે બેઠકોની ફાળવણી મુદ્દે ઉકેલ આવી ગયો હતો. આમ છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારનું જૂથ સીટ ફાળવણી મુદ્દે સંમત થયું નથી, તેથી અજિત ‘દાદા’ પવાર જૂથ દિલ્હીના ભાજપના નેતાઓ સાથે આજે દિલ્હી રવાના થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ અગાઉ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા મહારાષ્ટ્રની 48માંથી 32 સીટ પર લડવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ જ ભાજપે શિવસેના શિંદે જૂથ અને એનસીપી અજિત પવાર જૂથને પ્રત્યેક 10 અને ત્રણ સીટની ઓફર આપી હતી એવી માહિતી સૂત્રોએ આપી હતી. જોકે માત્ર આટલી ઓછી બેઠકો મળતા શિવસેના અને એનસીપી રાજી ન થતાં રાજ્યમાં મહાયુતિ ગઠબંધન વચ્ચે સીટ વહેંચણીને લઈને હજુ સુધી આ મુદ્દે સસ્પેન્સ છે.


લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી બાબતે ચર્ચા કરવા માટે એનસીપીના વડા અજિત પવાર, પ્રકુલ પટેલ અને પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરે દિલ્હી જઈને ભાજપના મોટા નેતાઓ સાથે ચર્ચા કરશે, જેથી એનસીપી અને ભાજપની આ દિલ્હી બેઠક બાદ સીટની વહેંચણીનો મુદ્દો ઉકેલાશે એવું જણાઈ રહ્યું છે.


એનસીપી દ્વારા મહારાષ્ટ્રની 16 સીટની સમીક્ષા કરવામાં આવી હતી. તેમાંથી 13 સીટની યાદીને એનસીપીએ ભાજપને આપી હતી જેમાંથી 11 જેટલી સીટ એનસીપી સમાધાન કરવા તૈયાર છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.
જોકે ભાજપે માત્ર ત્રણ સીટની ઓફર આપવાની વાતને એનસીપીના વરિષ્ઠ નેતાઓએ ફગાવી દીધી હતી અને શિંદે જૂથ જેટલી જ સીટ અમને મળવી જોઈએ એવી માગણી પણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button