આમચી મુંબઈ
સતત બીજા દિવસે ઠંડીનો ચમકારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તર ભારતમાંથી ફૂંક્ાઈ રહેલા ઠંડા પવનોની અસર મુંબઈમાં સતત બીજા દિવસે પણ વર્તાઈ હતી. દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું અને મોડી સાંજ બાદ વાતાવરણમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા હતા. મુંબઈમાં લઘુતમની સાથે જ મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો.
સોમવારે કોલાબામાં મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે મહત્તમ તાપમાનમાં આઠ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયા બાદ સોમવારે પણ રવિવારની સરખાણમીમાં લઘુતમ તાપમાનમાં છથી સાત ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો.