તરોતાઝા

આ સપ્તાહમાં કબજિયાત, પગના સ્નાયુ કે પગના ગોઠણ ને લગતા દર્દો વધી શકે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહ માં ગ્રહ મંડળ ના રાજાદી ગ્રહ.
સૂર્ય કુંભ રાશિ
મંગળ મકર રાશિ શીઘ્ર ભ્રમણ
બુધ કુંભ રાશિ તા.7 મીન
ગુ મેષ રાશિ
શુક્ર મકર રાશિ તા.7 કુંભ રાશિ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ (અસ્ત)
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ
આ સપ્તાહમાં ટુંકા ગાળાના બે ગ્રહો રાશિ પરિવર્તન થશે.કુંભ રાશિ માં સૂર્ય-બુધ-શનિ ત્રિપુટી બનશે તા.7 પછી સૂર્ય-શુક્ર-શનિની ત્રિપુટી બનશે.તા.10 બુધ-પશ્ચિમ દિશામાં ઉદય થશે.વા,ગેસ, કબજિયાત, પગના સ્નાયુ કે પગના ગોઠણ ને લગતા દર્દો વધારે. આ સમસ્યાઓ થઈ પીડિત દર્દીઓ માટે વધુ કપરો સમય ફકત આયુર્વેદિક દવાઓ લેવાથી રાહત અનુભવી શકાય.વાસી તેમજ કઠણ પદાર્થો ખાશો નહીં.
(1)મેષ (અ,લ,ઇ):- દંતને લગતી પીડાઓ સંભવ. રાત્રિના સમયે ત્રણ-ચાર વખત સંડાસ જવાની નોબત આવી શકે. ખાન-પાનમાં વિશેષ કાળજી રાખવી. ચા પીનાર લોકોએ ચા પીવાની ઓછી કરવી.બુધવારે લીલુ નાળિયેર મહાદેવજીને અર્પણ કરવું.સંધ્યા સમયે ઘર કે ઓફિસમાં ગૂગળનો ધૂપ કરવો.
(2)વૃષભ (બ,વ,ઉ):-ઓચિંતા ચક્કર આવવા તેમજ અશકિત વર્તાય.ગળામાં બળતરાઓ સંભવ. સમયસર સૂવાની ટેવ રાખવી. બજા કોઈ ચીજ વસ્તુઓ ખાવી નહીં. કુલદેવી ઉપાસના આરધના ઉત્તમ.
(2)મિથુન (ક,છ,ધ):- આ સપ્તાહ આરોગ્ય માટે મિશ્ર બની રહેશે.તાવ, શરદી ઉધરસની અસર લાગે. પર્યાવરણની સુરક્ષા અંગે કામો કરશો.
(4)કર્ક (હ,ડ):- સપ્તાહના અંતે નોકરી-ધંધામાં માનસિક અજંપો જણાય. વાઇરલ ઇન્ફેક્શન સંભવ. નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો તથા ઓમનમ: શિવાય મંત્ર કરશો.
(5)સિંહ (મ,ટ):- હૃદય પર હળવો એટેક આવવાની સંભાવના રહેલી છે. ગેસની સમસ્યાઓ વધી શકે. સૂર્યગ્રહના મંત્ર અવશ્ય કરશો. સવારના સમયે મૌન રહેવાનો પ્રયત્ન કરશો.
(6)ક્નયા (પ,ઠ,ણ):-સામૂહિક કાર્યક્રમમાં જવાથી તાવ, શરદી લાગવાની શક્યતાઓ. કમર ઝકડાઇ જવાની શક્યતાઓ. જીવદયા અંગેના કામો કરશો. શિવલિંગ ઉપર દહીં સાથે જળાભિષેક કરશો.
(7)તુલા (ર,ત):- મહિલાઓને માસિક સંબંધિત તકલીફ આવે. યુરિનમાં ઇન્ફેક્શન સંભવ. ખાન-પાન માટે યોગ્ય કાળજી રાખવી. બુધવારે તથા શનિવારે ગાયને ઘાસ ખવડાવશો.
(8)વૃશ્ચિક (ન,ય):-આધાત જનક સમાચાર મળવાથી રાત્રિએ ઊંઘ હરામ થાય.
ગુપ્તાંગ ભાગે ખંઝવાળ વકરે.મા માતંગી દેવીના મંત્ર જાપ કરશો.
(9)ધન (ભ,ધ,ફ,ઢ):- વજન વધવાની સંભાવના. થાઇરોઇડના દર્દીઓ વિશેષ સંભાળવું. ગુદેવ મંત્ર અવિરત કરશો તથા પૂનમના દિવસે ભંડારો કરશો.
(10)મકર (ખ,જ):- કફ, શરદી તથા ઉધરસ અંગે યોગ્ય દવા ન કરવાથી વધી શકે. ઊંઘ વધવાથી આરોગ્ય બગાડે.ગરીબોને કાચો લોટ તથા તેલ વહેંચશો. હનુમાન ચાલીસાના પાઠ કરશો.
(11)કુંભ (ગ,શ,સ):-લાંબા સમય થી અસાધ્ય બીમારીઓમાં રાહત જણાય. કબજિયાતની તકલીફ યથાવત રહેશે.જરૂરિયાત મંદને પાગરણ આપશો. જૂની ચીજવસ્તુઓનું દાન કરશો.
(12)મીન (દ,ચ,ઝ,થ):-આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકૂળ રહેશે છતાં પેટ સંબંધિત તકલીફ સાધારણ જણાય. ગુ, શનિ ગ્રહના જાપ તેમજ ગુદેવના દૈવી કાર્યમાં યથા ઉચિત સેવા કરશો.
આ સપ્તાહના અંતે માવઠું પડવાથી આરોગ્ય પર અસર કરાવે. ગરમા-ગરમ ચા-કોફી તથા નાસ્તો કરશો. સવારે સ્નાન કર્યા બાદ તુલસી પાન અવશ્ય ખાશો.વિદ્યાર્થી વર્ગને પ્રોત્સાહિત કરવાથી છુપા આશીર્વાદ મળી શકે. અસાધ્ય કે લાંબા ગાળાની બીમારીના છૂટકારો માટે નિત્યદાન યથાશક્તિ
કરશો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button