તરોતાઝા

ગર્ભાવસ્થા દરમિયાન પણ ફિટ રહેવું જરૂરી છે

તંદુરસ્તી-મનદુરસ્તી – કિરણ ભાસ્કર

કુદરતે ગર્ભાવસ્થાને એક વિશેષ પરિસ્થિતિ બનાવી છે, પરંતુ કુદરતના નિયમમાં ક્યાંય એવું નથી લખ્યું કે સગર્ભા સ્ત્રીઓ આખો સમય પલંગ પર પડ્યા પડ્યા આરામ જ કરે. હકીકતમાં, પ્રકૃતિની કોઈપણ પ્રવૃત્તિ વધુ ધ્યાન આપવાને પાત્ર નથી. સદીઓથી, બાળકો જન્મી રહ્યા છે અને રોજિંદા પ્રવૃત્તિઓ કરતા કરતાં જન્મી રહ્યા છે. વિશ્વનું કોઈ પ્રાણી ગર્ભાવસ્થા દરમિયાન આરામ કરવાની ફરમાઈશ કરતું નથી. તેથી, સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન તેમની દૈનિક પ્રવૃત્તિઓ સામાન્ય રીતે કરતા રહેવું જોઈએ, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન ફિટ રહેવું પણ જરૂરી છે. જો તમે ફિટ ન રહો તો અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે, ત્યાં સુધી કે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ પર પણ અસર પડી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન ફિટ રહેવા માટે
નોર્મલ ડિલિવરી થાય એ માટે, ગર્ભાવસ્થા દરમિયાન સલામત રીતે નિયમિત કસરત કરવી જરૂરી છે. આ સાથે, હેલ્ધી ડાયેટ લેવાનું સુનિશ્ચિત કરો. આ સમય દરમિયાન, શક્ય તેટલું આનંદિત રહો, આરામદાયક કપડાં પહેરો, પેટ પર બિનજરૂરી દબાણ ન આવે તેનું ધ્યાન રાખો અને જો શક્ય હોય તો સ્વિમિંગ કરો. જો સ્વિમિંગ
શક્ય ન હોય તો સવાર-સાંજ હળવા સ્ટેપ્સ સાથે ચાલવાનું રાખો.

કેટલો સમય કસરત કરવી
આ એક મૂંઝવણભર્યો પ્રશ્ન છે, કારણ કે ઘણી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન એ નક્કી નથી કરી શકતી કે તે કસરત કેટલા સમય સુધી કરે. કારણ કે વધુ પડતી કસરત પણ નુકસાનકારક છે. આવી સ્થિતિમાં, તમારે તમારા ડૉક્ટર અથવા તે વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ જેની દેખરેખ હેઠળ તમે તમારી ગર્ભાવસ્થાનો સમયગાળો પસાર કરી રહ્યાં છો. જો વિવિધ નિષ્ણાતોની વાત માનીએ તો નિષ્ણાતો સગર્ભા સ્ત્રીઓને અલગ-અલગ તબક્કામાં અલગ-અલગ સમયગાળા માટે કસરત કરવાનું કહે છે. છ મહિના પછી, 15 મિનિટ ચાલવાની કસરત પૂરતી છે અને જો તમે નિયમિતપણે વોકીંગ કરશો, તો તેના વધુ ફાયદા છે. છ મહિના પહેલા, ડૉકટરો સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓને દરરોજ 30 મિનિટ કસરત કરવાની ભલામણ કરે છે. પરંતુ આ વાતની નોંધ કરો કે આ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. તેથી, તમારા ડૉક્ટરની સલાહ વિના ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય કસરત ન કરો.

આહાર પર ધ્યાન આપો
ફિટ રહેવા માટે ગર્ભાવસ્થા દરમિયાન સવારે આયર્ન, કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર ફળો, ફણગાવેલા બીજ અને શાકભાજી ખાવા જરૂરી છે. આયર્ન સગર્ભા સ્ત્રીઓને એનિમિયાથી બચાવે છે. કેલ્શિયમ તેમના હાડકાંને નબળા પડતાં અટકાવે છે અને ફાઈબર પેટને સાફ રાખવામાં મદદરૂપ છે. ખાટા ફળો સ્વાસ્થ્ય માટે સારા છે અને એવું માનવામાં આવે છે કે તેઓ આયુષ્ય વધારે છે. પરંતુ, ગર્ભાવસ્થા દરમિયાન સાઇટ્રસ ફળો ખાવાનું ટાળવું જોઇએ. ખાવા જ હોય તો બપોરના સમયે ખાઓ. સામાન્ય રીતે, ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું વજન 12 થી 16 કિલો વધી જાય છે. એટલા માટે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે, જો તમને લાગતું હોય કે તમામ શિસ્ત પાળવા છતાં તમારું વજન વધી રહ્યું છે, તો ડોક્ટર અને ડાયટિશિયન બંને સાથે ચર્ચા કરો. તે તમને જરૂરી માર્ગ સૂચવશે.

ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લો
પ્રસૂતિનો સમયગાળો આરામદાયક રહે અને ડિલિવરી વધુ આરામદાયક બને, એ માટે ગર્ભાવસ્થા દરમિયાન સંપૂર્ણ રીતે સજાગ રહેવું જરૂરી છે. જો કસરત શક્ય ન હોય તો આ સમય દરમિયાન ફિઝિયોથેરપી એક સારુંં માધ્યમ છે. કમર સ્ટે્રચિંગ જેવી કસરતો નિયમિતપણે કરવી જોઈએ. આમાં, તમારા પગને એકસાથે જોડો અને તેમને કમરની આગળની તરફ લાવીને આસન પર બેસો અને ધીમે ધીમે ઘૂંટણને જમીન સાથે સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. પરંતુ આ સમય દરમિયાન તમારા શરીર પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ બનો. જો તમારું શરીર તમને જરા પણ સાથ નથી આપતું તો કસરત બિલકુલ ન કરો. પછી અન્ય ઉપાયો વધુ સારા રહેશે.
કેટલીક વધુ મહત્ત્વની બાબતો
ર્ભાવસ્થા દરમિયાન કસરતને તમારા કડક સમયપત્રકનો ભાગ ન બનાવો. આ શરીરની અસામાન્ય સ્થિતિ છે, તેથી આ સમય દરમિયાન ઘણા નિયમો તોડવા જરી બની જાય છે. સગર્ભાવસ્થા દરમિયાન, જ્યારે તમારુંં શરીર શ્રેષ્ઠ પ્રતિસાદ આપે ત્યારે કસરત કરવી જોઈએ, પછી ભલે તે સમય ગમે તે હોય. ક્યારેય પણ કસરત શરૂ કર્યાના બીજા દિવસથી જ સમય વધારવો નહીં. …અને હા, કોઈપણ કિમતે લીસા ફ્લોર પર કસરત કરવાનું ટાળો. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…