આપણું ગુજરાત

મોરબીમાં 1.50 કરોડનું નશાકારક સિરપ ઝડપાયું: ત્રણની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોરબી જિલ્લાના રંગપર નજીક પોલીસે ગોડાઉન પર દરોડો પાડીને રૂ. દોઢ કરોડની કિમતની 90 હજાર બોટલ સિરપનો જથ્થો જપ્ત કરીને ત્રણ શખસોની ધરપકડ કરી હતી. તપાસમાં ત્રિપુરાથી નશાકારક સિરપ મંગાવવામાં આવી હતી. આ અંગે પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મોરબીમાં પકડાયેલો સિરપનો આ જથ્થો સૌથી વધુ હોવાનો માનવમાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબીના રંગપર નજીક આવેલ ગોડાઉનમાં છેલ્લા 10 દિવસથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રવિવારે મોડી રાત્રે પોલીસ કાફલા સાથે રંગપર નજીક આવેલા ગોડાઉનમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ગોડાઉનમાંથી નશાકારક કોડીન સિરપની 90 હજાર બોટલ મળી આવતાં પોલીસે દોઢ કરોડની નશાકારક સિરપનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત ટ્રક પણ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે ગોડાઉનમાંથી સૂત્રધાર મનીષ પટેલ અને રવિ પટેલ અને ત્રિપુરાના ટ્રકચાલકની ધરપકડ કરી હતી.
આ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી પોણા બે કરોડનો મુદ્ામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછમાં છેલ્લા દસ દિવસથી ત્રિપુરાની ફેકટરીમાંથી નશાકારક સિરપ મોરબી મંગાવી ગામડાઓમાં પાન અને કોલ્ડ્રીંકસની દુકાને નશાકારક સિરપનું બેરોકટોક વેચાણ કરતાં હોવાનું બહાર આવ્યું છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…