Loksabha Election: 13 દિવસમાં જેપી નડ્ડાએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ આજે રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. નડ્ડાએ 13 દિવસ પૂર્વે 20 ફેબ્રુઆરીના ગુજરાતથી બિનહરીફ ચૂંટાયા હતા. હવે એવું કહેવાય છે કે જેપી નડ્ડા લોકસભાની ચૂંટણી લડવા માટે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે. જેપી નડ્ડા ક્યાંથી લડશે એના અંગે હાલમાં કોઈ જાહેરાત કરી નથી.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ રાજીનામું આપવાને કારણે રાજકારણ ગરમાયું છે. હવે એવું કહેવાય છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડી શકે છે. આમ છતાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બની રહેશે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે હિમાચલની સીટ પરથી તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું.
રાજ્યસભાના સંસદીય બુલેટિનમાં જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા રાજ્યોની પરિષદ (રાજ્યસભા)ના ચૂંટાયેલા સભ્ય જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં પોતાની બેઠક પરથી રાજીનામું આપ્યું છે. તેમનું રાજીનામું આજે રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.