નેશનલ

આસામ સરકારે રાજ્યમાંથી આફસ્પા અને ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ સંપૂર્ણપણે હટાવવાની માંગ કરી

આસામ સરકાર કેબિનેટે કેન્દ્ર સરકારને અરજી કરી છે કે સમગ્ર રાજ્યમાંથી ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ (ડીડીએ) અને આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (આફસ્પા)  સંપૂર્ણ પણે હટાવવામાં આવે. આ અરજી અંગે રાજ્યના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “અમે કેન્દ્ર સરકારને આસામ રાજ્યમાંથી આફસ્પા સંપૂર્ણપણે હટાવવાની વિનંતી કરી છે. જો કે કેન્દ્ર સરકાર આ અંગે જે પણ નિર્ણય લેશે અમે તેનું પાલન કરીશું.”

ઉલ્લેખનીય છે કે ગત સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે રાજ્યના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની બેઠક થઇ હતી, ત્યાર બાદ રાજ્ય સરકારે આ માંગણી કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં મુખ્યપ્રધાને આ બંને વિવાદાસ્પદ કાયદાઓને સંપૂર્ણપણે પાછા ખેંચવાની રાજ્યની ઈચ્છા પર ભાર મૂક્યો હતો.

આસામમાં વર્ષ 1990માં ડીડીએ અને આફસ્પા લાગુ કરવામાં આવ્યા હતા અને પછી પરિસ્થિતિના આધારે તેની અવધી સમય સમય પર લંબાવવામાં આવી. ગત વર્ષે રાજ્યના ઘણા ભાગોમાંથી આફસ્પા હટાવી દેવામાં આવ્યો હતો. હાલમાં આ કાયદો રાજ્યના આઠ જિલ્લામાં લાગુ છે. આસામના ડિબ્રુગઢ, તિનસુકિયા, ચરાઈડિયો, શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ, કાર્બી આંગલોંગ અને દિમા હસાઓ જિલ્લામાં આ કાયદા લાગુ છે.

ગત મહિને સ્વતંત્રતા દિવસ નિમિતે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યપ્રધાન હેમંત બિસ્બા સરમાએ કહ્યું હતું કે તેમની સરકાર આ વર્ષના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાંથી આફસ્પા હટાવવાનો પ્રયાસ કરશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત