ટોપ ન્યૂઝમનોરંજન

Indian Idol 14 Winner: કાનપુરના વૈભવ ગુપ્તાએ જીત્યો ઇન્ડિયન આઇડલ 14નો ખિતાબ, ટ્રોફીની સાથે મળ્યા આટલા ઈનામ

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 14’ને તેનો વિજેતા મળી ગયો છે. કાનપુરના વૈભવ ગુપ્તાએ આ સિઝનનો ખિતાબ જીત્યો છે (Indian Idol 14 Winner Vaibhav Gupta). ફિનાલેમાં, તેણે પિયુષ પવાર, અનન્યા પાલ અને શુભદીપ દાસ ચૌધરીને મજબૂત કોમ્પિટિશન આપી અને વિનિંગ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

ટ્રોફીની સાથે વૈભવને 25 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી હતી. આટલું જ નહીં તેને એક ચમકતી કાર પણ મળી છે. તમને જણાવી દઈએ કે શોના રનર અપ સુભદીપ દાસને 5 લાખ રૂપિયા મળ્યા છે, જ્યારે સેકન્ડ રનર અપ પીયૂષ પંવારને પણ 5 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. આ સિવાય થર્ડ રનર અપ અનન્યા પાલને 3 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ઈન્ડિયન આઈડલની ટ્રોફી જીતતા પહેલા તેણે વર્ષ 2013માં વોઈસ ઓફ કાનપુરનો ખિતાબ પણ જીત્યો હતો. વૈભવને નાનપણથી જ ગાવાનો શોખ હતો. તેઓ શાળામાં જ શાસ્ત્રીય સંગીત શીખ્યા. જોકે, વૈભવનો પરિવાર ઇચ્છતો હતો કે તે એન્જિનિયર બને. પરંતુ તેણે બાળપણથી જ ગાયક બનવાનું સપનું જોયું હતું. આજે તેની મહેનત અને ગાયકીની લગનથી વૈભવે તેનું સપનું પૂરું કર્યું. ઈન્ડિયન આઈડલ જીત્યા બાદ હવે ઈન્ડસ્ટ્રીના દરવાજા પણ તેના માટે ખુલી ગયા છે.

View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

વૈભવે દરેક વખતે તેની ઉત્તમ ગાયકીથી જજીસને પ્રભાવિત કર્યા છે. આ વર્ષે વિશાલ દદલાની, કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલે શોને જજ કર્યો હતો. તો નેહા કક્કર અને સોનુ નિગમ શોના ગ્રાન્ડ ફિનાલેમાં ખાસ મહેમાન તરીકે જોવા મળ્યા હતા. અહીં બંનેએ પોતાના શાનદાર પરફોમન્સથી બધાને ખુશ કરી દીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button