સ્પેશિયલ ફિચર્સ

Anant Ambaniની ઘડિયાળ જોઈને Marck Zuckerberg-Priscilla Chanએ આપ્યું આવું રિએક્શન?

ભારત જ નહીં પણ એશિયાના સૌથીવાન વ્યક્તિમાં જેની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ બેશની ઊજવણી ગુજરાતના જામનગર ખાતે થઈ રહી છે.
આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, બોલીવૂડ-હોલીવૂડ સ્ટાર્સ, રમત-જગતથી લઈને મોટા રાજકારણીઓ પણ જામનગર પહોંચ્યા છે.

હાલમાં સોશિયલ મીડિયા પર મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને તેની પત્નીનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈ ચોંકી જાય છે.

https://twitter.com/i/status/1764161386001662346

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને તેમના પત્ની પ્રિસિલા ચાન જામનગરના ખાવડી ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી છે. તેઓ ગઈકાલે ટ્રેડિશનલ લુકમાં પણ જોવા મળ્યા હતા, ત્યારે હવે આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અનંત અંબાણીની Audemars Piguet બ્રાન્ડની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ વીડિયોમાં ઝુકરબર્ગના પત્ની પ્રિસિલા અનંત અંબાણીના હાથમાં પહેરેલી Audemars Piguet બ્રાન્ડની લક્ઝુરિયસ ઘડિયાળને એકદમ ધ્યાનથી નિરખતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં ત્યાર બાદ ચાન આ સ્પેશિયલ ઘડિયાળ વિશે અનંત અંબાણી સાથે ચર્ચા કરે છે.

મળી રહેલી માહિતી પ્રમાણે આ લક્ઝુરિયસ બ્રાન્ડની ઘડિયાળની કિંમત કરોડો રૂપિયામાં હોય છે. આ અગાઉ ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાન અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાંની ઉજવણીના બીજા દિવસે જંગલ-થીમ આધારિત પોશાકમાં જોવા મળ્યા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button