ટોપ ન્યૂઝનેશનલ

Jamnagar Airport: જામનગર એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય દરજ્જો, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનની પ્રી વેડિંગ સેલિબ્રેશન(Anant Ambani’s pre-wedding)માં હાજરી આપવા દેશ વિદેશથી સેલિબ્રીટી જામનગર પહોંચી રહી છે. આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુવિધા માટે કેન્દ્ર સરકારે જામનગર એરપોર્ટને અસ્થાયી ધોરણે 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકારના આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.

ભારતીય વાયુસેના દ્વારા અસ્થાયી ધોરણે આ દરજ્જો આપવામાં આવ્યો છે, જે 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી લાગુ રહશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય, નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયે એરપોર્ટ પર કસ્ટમ, ઇમિગ્રેશન અને ક્વોરેન્ટાઇન (CIQ) સુવિધા સ્થાપિત કરી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે ગુજરાતના જામનગર એરપોર્ટને શા માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, “જામનગર એરપોર્ટ એક સડિફેન્સ એરપોર્ટ છે. પરંતુ ઉજવણી માટે આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે. ત્રણ કેન્દ્રીય મંત્રાલયોને આ કાર્ય સોંપવામાં આવ્યું છે. એરપોર્ટ પેસેન્જર બિલ્ડીંગનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને શૌચાલયોનું રીનોવેશન કરવામાં આવ્યું છે. કન્નુર એરપોર્ટ જે વર્ષ 2018માં કાર્યરત થયું હતું, ત્યાં હજુ પણ પોઈન્ટ ઓફ કોલ નથી. વડા પ્રધાન મોદી, શું આ ભેદભાવ નથી?”

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે: “જ્યારે તેમના શ્રીમંત ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવાની વાત આવે છે, ત્યારે વડા પ્રધાન મોદી કંઈપણ કરવા તૈયાર હોય છે. અબજોપતિ મુકેશ અંબાણીના પુત્રના લગ્ન માટે, તેમણે જામનગર એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું છે. કરદાતાઓના નાણાંથી પેસેન્જર ટર્મિનલનું કદ બમણું કરવામાં આવ્યું, માત્ર લગ્નના મહેમાનો માટે અનુકૂળતા વધારવા માટે. જામનગર એરપોર્ટ પાકિસ્તાન સરહદની નજીક છે, અને સંરક્ષણ બાબતે સંવેદનશીલ છે.”

જામનગર એરપોર્ટ પ્રાથમિક રીતે ડિફેન્સ એરપોર્ટ છે, જે કોમર્શિયલ ફ્લાઈટ્સ પણ સેવા આપે છે. અહીં ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ કમર્શિયલ કામગીરી માટે પેસેન્જર ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ કર્યું છે. આ એરપોર્ટ પર એક સમયે માત્ર ત્રણ એરક્રાફ્ટ રહી શકે છે.

લગ્ન સમારંભમાં આવતા મહેમાનોની સુવિધા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ પેસેન્જર બિલ્ડિંગને 475 sq mtr થી વધારીને 900 sq mtr કરવામાં આવ્યું છે., વધારાના 35 હાઉસકીપિંગ સ્ટાફને ભરતી કરવામાં આવ્યા છે, અને રાજ્ય સરકારે સુરક્ષા કર્મચારીઓની સંખ્યા 35 થી વધારીને 70 કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button