Rahul Gandhi Nyay Yatra: ગુજરાતમાં ગુરુવારે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની એન્ટ્રી, આ રહ્યો સમગ્ર કાર્યક્રમ..

ગાંધીનગર: આગામી 7 માર્ચના ગુરુવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં નીકળેલી કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં પ્રવેશ કરશે. (Rahul gandhi bharat jodo nyay yatra gujarat) આ તારીખે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતનાં ઝાલોદમાં યાત્રા પ્રવેશ કરશે. જ્યાં રાહુલ ગાંધી પોતાની પ્રથમ જનસભા ઝાલોદમાં સંબોધશે.
ત્યાર બાદ બીજા દિવસે (8 માર્ચે) દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદ યાત્રા કરશે. ઇન્ટરનેશનલ વુમન્સ ડેના પણ કાર્યક્રમોનું આયોજન છે. ત્યારબાદ 10 માર્ચે તાપીના વ્યારામાં કલ્ચરલ પ્રોગ્રામ અને કોર્નર બેઠકમાં રાહુલ ગાંધી ભાગ લેશે. ત્યાર બાદ 10 માર્ચે જ નવાપુરાથી જ ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
જાણો રાહુલ ગાંધીનો ન્યાય યાત્રાનો કાર્યક્રમ:
8 માર્ચે સવારે 8 વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા
દાહોદથી સવારે 10 કલાકે યાત્રા લીમખેડા પહોંચશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવશે
યાત્રા સવારે 11 કલાકે પીપલોદ પહોંચશે જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
આ યાત્રા સવારે 11.30 કલાકે પંચમહાલના ગોધરા પહોંચશે.
બપોરના ભોજન બાદ યાત્રા બપોરે 2 કલાકે હાલોલ પહોંચશે
હાલોલમાં પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવશે
હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચશે જ્યાં રાહુલ ગાંધી દર્શન કરી શકે છે.
આ યાત્રા પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે.
ન્યાય યાત્રાનો નાઇટ હોલ્ટ બોડીલીમાં રહેશે
બીજા દિવસે (9 માર્ચે)
બોડેલીથી ન્યાય યાત્રા નસવાડી પહોંચશે જ્યાં સ્વાગત અને શેરી સભાનું આયોજન છે.
નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત, પદયાત્રા અને ભોજન.
રાજપીપળાથી કાલાઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ પર સ્વાગત થશે
આ યાત્રા બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે જ્યાં બપોરે 2.30 કલાકે કોર્નર બેઠક યોજાશે.
ત્રીજો દિવસ (10 માર્ચ)
માંડવીથી બરડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત
બારડોલી સ્વાગત અને કોર્નર મિટિંગ
ત્યથી બાજીપુરા અને ત્યાંથી વ્યારા
વ્યારા પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક
અને ત્યાંથી સોનગઢથી યાત્રા મહારાષ્ટ્ર પહોંચશે
10 માર્ચે નવાપુરથી યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે