ઇન્ટરનેશનલ

શાબાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા….. બીજી વાર સંભાળશે કમાન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની નવી રચાયેલી સંસદે રવિવારે શાહબાઝ શરીફને બીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટ્યા છે. પાકિસ્તાનમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે આખરે નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા તેમના ભાઈ નવાઝ શરીફને વડાપ્રધાન બનાવવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેનાએ નવાઝ સમક્ષ એવી શરત મૂકી હતી કે શાહબાઝ શરીફને બીજી વખત વડાપ્રધાન બનવાની તક મળી ગઇ હતી.

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે જાહેરાત કરી હતી કે PML-Nના પ્રમુખ શહેબાઝ શરીફ 201 મતો મેળવીને પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.

મોબાઈલ ઈન્ટરનેટ શટડાઉન, ધરપકડો અને હિંસા અને અસાધારણ રીતે વિલંબિત પરિણામથી કલંકિત થયેલી આ થયેલી ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના મતદારો મતદાન કરવા ગયા હતા. ચૂંટણી બાદ મત ગણતરીમાં ભારે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થયા હતા.

જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા સમર્થિત ઉમેદવારોએ પરિણામ સામે વિરોધ કર્યો હતો અને તેમની મુક્તિ માટે હાકલ કરી હતી. ઇમરાન ખાન દ્વારા સમર્થિત સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય ચૂંટણીમાં તેમની સામે ધાંધલ ધમાલ કરવામાં આવી હતી અને તેમણે ચૂંટણીનું ઓડિટ કરવાની હાકલ કરી છે. કોઈ એક પક્ષને બહુમતી મળી નથી. ભારે ધમાલ બાદ આખરે હવે પ્રથમ વખત મળેલી સંસદમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન યોજાયું હતું.

શાહબાઝ શરીફ (72) ત્રણ વખતના વડા પ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે, જેમણે તેમની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીના ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.

ઇમરાન ખાન દ્વારા સમર્થિત ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો મેળવી હતી પરંતુ પીએમએલ-એન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ગઠબંધન સરકાર બનાવવા માટે સંમત થયા હતા, જેને કારણે શાહબાઝ શરીફને વડા પ્રધાન તરીકે ચૂંટાવાનો માર્ગ મોકળો થયો હતો.

તેમના પાછલા કાર્યકાળમાં, શરીફની સરકારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સફળતાપૂર્વક વાટાઘાટ કરી દેશ માટે લોન લાવવામાં સફળતા મેળવી હતી. જોકે, IMFની આકરી શરતોને કારણે પાકિસ્તાનમાં મોંઘવારી પણ નોંધપાત્ર પ્રમાણમાં વધી ગઇ છે, જેને કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો બેહાલ થઇ ગયા છે.

જોકે, શાહબાઝ શરીફની નવી સરકારની રાહ આસાન નથી. એક તો તેમની ગઠબંધન સરકાર છે. ઉપરાંત તેમની સરકારે ઇમરાન ખાનના સમર્થકો તરફથી ઊભા કરવામાં આવતા પડકારોનો પણ સામનો કરવો પડશે. દેશની અર્થવ્યવસ્થા કંગાળ છે, એવા સમયે નવી સરકારે દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટેના IMF સાથે આગામી કરાર માટે તરત જ વાટાઘાટો શરૂ કરવી પડશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ