Sairatના ગીત Zingaat પર Janhvi Kapoorએ કોની સાથે કરી જુગલબંદી? વીડિયો થયો વાઈરલ…
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ Anant Ambani-Radhika Merchantની વાતો અને ચર્ચા થઈ રહી છે. ત્રણ દિવસ ચાલનારા આ પ્રિવેડિંગ બેશમાં હાજરી આપવા માટે દેશ-વિદેશથી મહેમાનો, દિગ્ગજો અને સેલેબ્સ ગુજરાતના જામનગર ખાતે પહોંચ્યા છે.
હવે સોશિયલ મીડિયા પર પહેલી માર્ચના યોજાયેલી કોકટેલ પાર્ટીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે… આ વીડિયોમાં શ્રીદેવીની લાડકવાયી જ્હાન્વી કપૂર ફિલ્મ સૈરાટના ગીત ઝિંગાટ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ જ કોકટેલ પાર્ટી પહેલાં પોપ સિંગર રિહાન્નાએ પણ દમદાર પરફોર્મન્સ આપ્યું હતું, બાદમાં બધાએ પાર્ટીની મજા માણી હતી.
કોકટેલ પાર્ટીમાંથી રિહાના સાથે જ્હાન્વી કપૂરનો એક મજેદાર ડાન્સનો વીડિયો સામે આવી રહ્યો છે. આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જ્હાન્વીએ રિહાના સાથે તેની ફિલ્મ ધડકના સુપરહિટ ગીત ‘ઝિંગાટ’ પર ડાન્સ કર્યો હતો. બંને વચ્ચે એક શાનદાર ‘જુગલબંદી’ જોવા મળી હતી અને બંને ખૂબ જ મસ્તી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
જ્હાન્વી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અને રિહાનાનો ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંને જણ એકદમ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા અને આ વીડિયોની કેપ્શનમાં જ્હાન્વીએ લખ્યું છે કે, ‘આ મહિલા ખરેખર દેવી છે. ‘સ્ટોપ ઇટ, ગુડબાય’. આ સાથે, તમે બેકગ્રાઉન્ડમાં ‘ઝિંગાટ’ ગીત સાંભળશો, જે જ્હાનવીની ફિલ્મનું ગીત છે.
વીડિયોમાં જોવા મળે છે કે રિહાના અને જ્હાન્વી બંને ‘ઝિંગાત’ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. આ દરમિયાન બંને ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં રિહાન્નાએ સોલો પરફોર્મન્સ આપ્યું હતું અને મહેમાનોનું પણ ભરપૂર મનોરંજન કર્યું હતું. આ પછી રિહાના તમામ સ્ટાર્સને મળી અને ડાન્સ ફ્લોર પર ડાન્સ પણ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં રિહાન્ના ઉપરાંત માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ હાજરી આપવા જામનગર પહોંચ્યા છે અને આ સિવાય બોલીવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સ અનંત-રાધિકાના આ પ્રિ વેડિંગ બેશમાં હાજરી આપવા પહોંચ્યા છે, જેમાં શાહરૂખ ખાન અને પરિવાર, વરુણ ધવન અને પરિવાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિવાર, સૈફ અલી ખાન અને પરિવાર, સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, કેટરિના કૈફનો સમાવેશ થાય છે.