સ્પોર્ટસ

બીસીસીઆઇએ જાહેર કર્યો ખેલાડીઓનો વાર્ષિક કોન્ટ્રાક્ટ, ઇશાન-શ્રેયસ બહાર, રિંકુ સિંહને મળ્યું સ્થાન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટનું લિસ્ટ જાહેર કર્યું હતું. શ્રેયસ ઐય્યર અને ઈશાન કિશનને સિઝન ૨૦૨૩-૨૪ના વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા નહોતા જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે શ્રેયસ અને ઈશાનને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી. ઉત્તર પ્રદેશના ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહને ગ્રેડ-સીમાં સ્થાન મળ્યું છે. કેપ્ટન રોહિત શર્મા સિવાય એ પ્લસ ગ્રેડમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા છે.

બીસીસીઆઈએ આ વર્ષે ૩૦ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે. આ એક ઑક્ટોબર, ૨૦૨૩થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીના છે. બોર્ડે આ વખતે નવી પરંપરા શરૂ કરી છે. તેણે એક અલગ ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટ પણ આપ્યો છે. આ યાદીમાં આકાશ દીપ, વિજયકુમાર વૈશ્યક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વાથ કવેરપ્પાનો સમાવેશ થાય છે.

ગ્રેડ- એ પ્લસ: રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ-એ: રવિચંદ્રન અશ્ર્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

ગ્રેડ-બી: સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

ગ્રેડ-સી: રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન અને રજત પાટીદાર.

ગ્રેડ એ પ્લસમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક ૭ કરોડ રૂપિયા મળે છે. એ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને પાંચ કરોડ રૂપિયા અને બી ગ્રેડમાં સામેલ ખેલાડીઓને ત્રણ કરોડ રૂપિયા મળે છે. સી ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક એક કરોડ રૂપિયા આપવામાં આવે છે.

બીસીસીઆઇએ કહ્યું હતું કે જે ખેલાડીઓ આ સમયગાળામાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ અથવા આઠ વન-ડે અથવા ૧૦ ટી-૨૦ મેચ રમવાના માપદંડને પૂર્ણ કરે છે તેઓને પ્રમાણસર ધોરણે ગ્રેડ-સીમાં આપમેળે સમાવવામાં આવશે. ઉદાહરણ તરીકે- ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે, જો તેઓ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી સિરીઝની પાંચમી ટેસ્ટમાં ભાગ લેશે તો તેમને ગ્રેડ-સીમાં સામેલ કરવામાં આવશે.

બીસીસીઆઈએ ભલામણ કરી હતી કે તમામ એથ્લેટ્સ એવા સમયગાળા દરમિયાન સ્થાનિક ક્રિકેટમાં ભાગ લેવાનું પ્રાથમિકતા આપે જ્યારે તેઓ રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા ના હોય.
રાહુલ, શુભમન ગિલ અને સિરાજને એ ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે એક વર્ષથી વધુ સમય સુધી રમી ન શકનાર ઋષભ પંતને બી ગ્રેડમાં સ્થાન મળ્યું છે. અક્ષર પટેલ ગત સિઝનમાં એ ગ્રેડમાં હતો. આ વખતે તેને બી ગ્રેડમાં રાખવામાં આવ્યો હતો. હાર્દિક, અશ્ર્વિન અને સિરાજને એ ગ્રેડમાં જાળવી રાખવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…