આમચી મુંબઈ

જરાંગેની ટિપ્પણી: સ્પીકરે ‘સીટ’ની તપાસનો આદેશ આપ્યો

મુંબઈ: મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સંદર્ભે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે મંગળવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ – ‘સીટ’ની રચના કરી ઊંડાણથી તપાસ કરવાનો નિર્દેશ સરકારને આપ્યો હતો. નીચલા ગૃહમાં ભાજપના આશિષ શેલારે આ મુદ્દો ઉઠાવ્યો હતો. હિંસાને ઉત્તેજન આપે એવી ઉશ્કેરણીજનક ભાષાને લોકશાહીમાં સ્થાન નથી એમ શ્રી શેલારે જણાવ્યું હતું. રાજ્યમાં ‘અશાંતિ’ નિર્માણ કરવાનો આશય ધરાવતા જરાંગેના પગલાં પાછળ કોનો હાથ છે એ જાણવાનો શેલારે આગ્રહ રાખ્યો હતો.

રવિવારે જાલના જિલ્લામાં અંતરવલી સરાતી ગામમાં સંબોધન કરતી વખતે ફડણવીસ તેમની હત્યાનો પ્રયાસ કરી રહ્યા છે એવો આક્ષેપ કર્યો હતો. મુંબઈ કૂચ કરી નાયબ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની બહાર દેખાવો કરશે એમ પણ જરાંગેએ જણાવ્યું હતું. સલાઈન મારફત તેમને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એવો દાવો પણ જરાંગેએ કર્યો હતો. જોકે, એની કોઈ વિગતો નહોતી આપી. (પીટીઆઈ)

સરકાર ભલે તપાસ કરે, હું નિષ્કલંક સાબિત થઈશ: જરાંગે
છત્રપતિ સંભાજી નગર: સરકાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ – ’સીટ’ની રચના કરી ભલે ઊંડાણપૂર્વક તપાસ કરે, પણ એ તપાસમાં પોતે નિષ્કલંક સાબિત થશે એવો વિશ્વાસ મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ મંગળવારે વ્યક્ત કર્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જાલના જિલ્લાના અંતરવલી સરાતી ગામમાં મરાઠા દેખાવકારો સામે લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો હતો એ જાણવાની માંગણી પણ જરાંગેએ કરી હતી. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ જરાંગેએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સંદર્ભે ’સીટ’ની રચના કરી ઉંડાણપૂર્વકની તપાસની માગણી કરતો નિર્દેશ રાજ્ય સરકારને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે મંગળવારે આપ્યો હતો. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત