PM Modi જર્મન સિંગરના કૃષ્ણા કૃષ્ણા હરે હરે.. ભજનમાં થયા મગન, વીડિયો વાઈરલ…
22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે 500 વર્ષ બાદ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પણ એ પહેલાં રામ આયેંગે ભજન ગાઈને ઈન્ટરનેટ પર તહેલકો મચાવનારી જર્મન સિંગર યાદ છે? જી હા, જર્મન સિંગર કેસેન્ડ્રા માઈ સ્પિટમેન (Cassandra Mae Spittmann)ની વાત કરી રહ્યા છીએ અમે. આ જ સિંગર કેસેન્ડ્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં તેણે પોતાની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીજીને ભજન પણ સંભળાવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મન કી બાત કાર્યક્રમમાં પણ કેસેન્ડ્રાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તામિલનાડુના પલ્લાદમમાં મુલાકાત દરમિયાન જર્મન સિંગર કેસેન્ડ્રાએ વડા પ્રધાન મોદીજીને ભજન પણ સંભળાવ્યું હતું. પીએમ મોદી પણ ભજનનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં પીએમ મોદી પણ કેસેન્ડ્રાએ ગાયેલા કૃ્ષણા કૃષ્ણા હરે… ભજનમાં મગન થઈ ગયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર, 2023માં પોતાના મન કી બાત કાર્યક્રમમાં 21 વર્ષની જર્મન સિંગર કેસેન્ડ્રાના વખાણ કર્યા હતા. કેસેન્ડ્રા પ્રજ્ઞાચક્ષુ છે. આ પહેલાં તેણે જગત જાના પાલમ અને શિવ પંચાક્ષર સ્ત્રોતમ પણ ગાયું હતું. એનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ તેના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આટલો સુરીલો અવાજ… દરેક શબ્દ ભાવનાથી તરબતર છે અને ઈશ્વસ પ્રત્યેનો લગાવ મહેસૂસ થાય છ અને તમને જાણીને નવાઈ લાગશે કે આ અવાજ જર્મનીની એક દીકરીનો છે.
કેસેન્ડ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો હતો અને ત્યાર બાદ આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે હું 22 જાન્યુઆરી પહેલાં જવા માંગતી હતી એટલે જ મને આશા છે કે તમને મારું આ વર્ઝન પસંદ આવશે. કેસેન્ડ્રાના વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે.