શ્રેયસ ઐય્યર અંગે જાણી લો માટો ન્યૂઝ, હવે આ મેચ રમશે…
મુંબઈઃ વર્લ્ડ કપ પછીની અન્ય ઈન્ટરનેશનલ મેચમાં નબળું પ્રદર્શન કરવા બદલ ટીમ ઈન્ડિયમાંથી બહાર રહેલા સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર રણજી ટ્રોફીની સેમી-ફાઈનલ મેચમાં મુંબઈ તરફથી રમતો જોવા મળશે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ શ્રેયસ ઐય્યરે મુંબઈ ક્રિકેટ એસોસિએશને માહિતી આપી હતી કે તે સેમી-ફાઈનલ મેચ માટે ઉપલબ્ધ છે. અગાઉ શ્રેયસ ઐય્યરે ક્વાર્ટર ફાઈનલ મેચ માટે પોતે ફિટ ન હોવાનું કર્યું હતું.
જોકે, નેશનલ ક્રિકેટ એકેડમીએ સ્પષ્ટ કર્યું હતું કે ઐય્યર રમવા માટે ફિટ છે. નોંધનીય મુંબઇ અને તમિલનાડુ વચ્ચેની રણજી ટ્રોફીની સેમિફાઇનલ મેચ 2 માર્ચથી શરૂ થશે.
શ્રેયસને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. પરંતુ ઐય્યર બે ટેસ્ટમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. ઐય્યરે પ્રથમ બે ટેસ્ટમાં 35, 13, 27 અને 29 રન કર્યા હતા. આ પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
જોકે, એવા પણ અહેવાલ હતા કે ઐયર ઈજાના કારણે બહાર છે, પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે ઐય્યર સંપૂર્ણપણે ફિટ છે અને તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બાદમાં ઐય્યર રણજી ટ્રોફી ન રમતા વિવાદ થયો હતો. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે જે ખેલાડીઓ રાષ્ટ્રીય ફરજ પર નથી તેઓને રણજી ટ્રોફી રમવી પડશે.