Pankaj Udhasને અંતિમ વિદાય આપ્યા પહોંચ્યા આ સેલબ્સ, જુઓ વીડિયો…
મુંબઈ: બૉલીવૂડના પ્રખ્યાત ગાયક અને ગઝલકાર પંકજ ઉધાસનું ગઇકાલે 72 વર્ષની વયે લાંબી માંદગી બાદ મુંબઈમાં નિધન થયું હતું. નિધન બાદ આજે પંકજ ઉધાસનો પાર્થિવ દેહ મુંબઈ ખાતે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. બૉલીવૂડના આ દિગ્ગજ કલાકારના નિધનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની સાથે સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
પંકજ ઉધાસના પાર્થિવ પર આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તિરંગામાં લપેટાયેલા પંકજ ઉધાસના પાર્થિવ દેહને જોઈને પરિવારજનો અને સેલેબ્સ ભાંગી પડ્યા હતા. વિદ્યા બાલન, સુનીલ ગાવસ્કર, સોનુ નિગમ અને શંકર મહાદેવન જેવા અનેક દિગજ્જો પણ પંકજ ઉધાસના અંતિમ દર્શન કરવા આવ્યા હતા.
પંકજ ઉધાસને મુંબઈ પોલીસ દ્વારા સલામી આપીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. વરલીના એક હિન્દુ સ્મશાનમાં પંકજ ઉધાસનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને ગાર્ડ ઓફ ઑનર પણ આપવામાં આવ્યું હતું. પદ્માશ્રી એવોર્ડથી સન્માનિત આ લેજન્ડ્રી સિંગરને લોકોએ સોશિયલ મીડિયા પર ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી.
પંકજ ઉધાસના જવાથી તેમના પરિવાર સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. બપોરે ત્રણ વાગ્યે એક ફૂલોથી સજાવેલાં એક ટ્રકમાં મોટા ફોટોની સાથે પંકજ ઉધાસના પાર્થિવની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં તેમના પરિવાર સાથે અનેક સેલેબ્રિટી પણ સામેલ થયા હતા.
પંકજ ઉધાસને અંતિમ વિદાય આપવા માટે ક્રિકેટ જગતના દિગજ્જ સુનિલ ગાવસ્કર પણ આવ્યા હતા. આ સાથે શંકર મહાદેવન, અનૂપ જલોટા, સોનુ નિગમ, વિદ્યા બાલન, આનંદ જી સહિત ઘણા સેલેબ્સે પંકજ ઉધાસને શ્રદ્ધાંજલિ આપી હતી.