આમચી મુંબઈ
આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
થાણે: નવી મુંબઈમાં આઠ વર્ષના બાળક સાથે કથિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બદલ પોલીસે 38 વર્ષના શખસની ધરપકડ કરી હતી. ખાંદેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી સનાઉલ હાકીમ શેખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 377, 506(2) અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદરનો રહેવાસી હોવાનું પોલીસનું કહેવું છે. નવી મુંબઈના ખાંદેશ્વર ખાતેની એક બિલ્ડિંગના વૉચમૅનના દીકરા સાથે આરોપીએ કથિત કૃત્ય કર્યું હતું. આરોપી રવિવારે એ જ બિલ્ડિંગની અગાશી પર બાળકને લઈ ગયો હતો, જ્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. (પીટીઆઈ)ઉ