સ્પોર્ટસ

ભારતની ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં લાંબી છલાંગ, ઇગ્લેન્ડને હરાવી બીજા ક્રમે પહોંચી ટીમ ઇન્ડિયા

રાંચી: ભારતે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ 2024-25માં મોટી છલાંગ લગાવી છે. ટીમ ઇન્ડિયા રાંચી ટેસ્ટમાં જીત બાદ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઇ છે. 2023-25 ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં ભારતની આ પાંચમી જીત હતી. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી આઠ ટેસ્ટ રમી છે,
જેમાં બેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
રાંચીમાં જીત સાથે ભારતની જીતની ટકાવારી વધીને 64.58 થઈ ગઈ છે. જ્યારે ટેબલમાં ન્યૂઝીલેન્ડ 75 ટકા વિજય સાથે ટોચના સ્થાને છે. જ્યારે ઑસ્ટે્રલિયા 55.00 ટકા જીત સાથે ભારતથી નીચે ત્રીજા સ્થાને છે. યાદીમાં આગળ વધીને બંગલાદેશ 50 ટકા સાથે ચોથા સ્થાને અને પાકિસ્તાન 36.66 ટકા સાથે પાંચમા સ્થાને જોવા મળે છે. બીજા સ્થાને રહેલી ટીમ ઈન્ડિયા હાલમાં ફાઈનલ માટે પ્રબળ દાવેદાર લાગી રહી છે.
ભારતે અત્યાર સુધી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી છે. 2019-21માં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે અને 2021-23માં ઑસ્ટે્રલિયા સામે ફાઇનલ મેચ રમી હતી. જો કે બંને વખત ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button