અમદાવાદનો 613મો સ્થાપના દિવસની ઉજવણી: સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
અમદાવાદ: સોમવારે અમદાવાદ શહેરની 613મી વર્ષગાંઠ ઉજવાઈ હતી. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે. અમદાવાદ શહેર ઈતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે. પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. અમદાવાદ શહેર સાબરમતી નદીના કારણે મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચાયેલું છે. ઈ.સ. 1411માં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી. અમદાવાદ શહેર હંમેશા સમયની સાથે ચાલ્યું આવ્યું છે. અમદાવાદ જેટલું આધુનિક અને વિકસિત છે તેનો ઈતિહાસ પણ એટલો જ વિશાળ છે. ઈતિહાસમાં ગાંધીજી દ્વારા સાબરમતી નદી કાંઠે વિકસેલું સાબરમતી આશ્રમ, દાંડી કૂચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે. આઝાદીની ચળવળમાં અમદાવાદે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સાબરમતી નદી પર આવેલા ગાંધીજીના આશ્રમને કારણે આજે એક મુખ્ય માર્ગ આશ્રમ રોડ તરીકે ઓળખાય છે. અમદાવાદમાં અનેક ઐતિહાસિક ઈમારતો છે, રિવરફ્રન્ટ-અટલ બ્રિજ અમદાવાદ શહેરના નવા લેન્ડમાર્ક બન્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આઈઆઈએમ અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ, ઈસરોની સંસ્થા, અટીરા વગેરે શહેરનું ગૌરવ છે. અમદાવાદ શહેરની સ્થાપના અંગે એવું કહેવાય છે કે 1411માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહેમદ શાહ તેમના શિકારી કૂતરા સાથે અહીં આવ્યા ત્યારે અહીંના સસલાએ તેમના કૂતરાને ભગાડી દીધા હતા. ત્યાર પછી અહેમદ શાહને અહીં નવી રાજધાની સ્થાપવાનો વિચાર આવ્યો હતો. તેમણે ધાર્મિક ગુરુ શેખઅહેમદ ખટ્ટુને અહીં શહેર સ્થાપવા માટે મંજૂરી માગતા તેમણે કહ્યું કે ક્યારેય બપોરની નમાઝ ચૂક્યા ના હોય તેવા ચાર અહેમદ મળે તો તમે આ શહેરની સ્થાપના કરી શકશો. ત્યાર પછી અહેમદ શાહે ગુજરાતમાં તપાસ કરાવતા બે અહેમદ મળ્યા, ત્રીજા શેખ અહેમદ ખટ્ટુ અને ચોથા પોતે એમ ચાર અહેમદ અને 12 બાબાએ મળીને અમદાવાદની સ્થાપના કરી હોવાની માન્યતા છે. ઉ