આપણું ગુજરાત

ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલાં ભાજપ કરશે

કૉંગ્રેસ-આપમાં મોટું ભંગાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાના પ્રવેશ પહેલા ભાજપ દ્વારા કૉંગ્રેસ અને આપમાં મોટાપાયેલા ભંગાણ કરવાનો વ્યૂહ અપનાવામાં આવશે. ખાસ કરીને ભરૂચ સહિતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટમાં ભાજપ આપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને ટારગેટ કરીને કેસરિયો ખેસ પહેરાવી દેશે એવી પૂરી શક્યતા છે. ભરૂચ લોકસભાની બેઠક કૉંગ્રેસે આમ આદમીને ફાળવીને ચૈતર વસાવાને ટેકો જાહેર કર્યા બાદ કૉંગ્રેસના ચાણક્ય ગણાતા સ્વ. અહેમદ પટેલના આ ગઢમાં ખુદ અહેમદ પટેલના પુત્ર સહિતના સ્થાનિક કૉંગ્રેસી નેતાઓને પડખે લેવાની ભાજપે કવાયત શરૂ કરી હોવાનું પણ કહેવાઇ રહ્યું છે.
ગુજરાતમાં કૉંગ્રેસ-આપ 10 હજાર જેટલા કાર્યકર્તાઓ એક બે દિવસમાં ભાજપમાં જોડાવા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. 2022માં અમરાઇવાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા કૉંગ્રેસના ધમભાઇ પટેલ, કૉંગ્રેસના યુવા મોરચાના કરણસિંહ તોમર સહિતના કાર્યકરો કૉંગ્રેસ છોડી રહ્યાં હોવાનું કહેવાય છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપે પોતાનું ધ્યાન વધાર્યું છે. તાપી જિલ્લા આપના પ્રમુખ મહેન્દ્ર ગામીત, ડાંગ જિલ્લા આપ પ્રમુખ સાગર વસાવા તેમજ ડાંગના આપના ગત વિધાનસભાના ઉમેદવાર સુનીલ ગામીત ભાજપમાં જોડાવાની તૈયારી ચાલી રહી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કચ્છ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ એમ ત્રણ બેઠક પર પણ ભાજપે વધારે ફોકસ રાખ્યું હોવાનું જાણવા મળે છે. મોરબી જિલ્લા કૉંગ્રેસમા ભંગાણની સ્થિતિ સર્જાઈ રહી છે. તાજેતરમાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાના નામની જાહેરાત થયા બાદ પ્રમુખ તરીકે કાર્યરત જયંતી પટેલે રાજીનામું આપ્યું હતું. તો હવે જિલ્લા કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. મોરબી જિલ્લા કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મુકેશ ગામીએ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button