સ્પોર્ટસ

ઈંગ્લેન્ડને હરાવ્યા પછી ‘મેન ઓફ ધ મેચ’ જાહેર નવોદિત જુરેલે આપ્યું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાની જીત માટે સચિનથી લઈને સુરેશ રૈનાએ બાંધ્યા પ્રશંસાના ફૂલ

રાંચીઃ રાંચી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને સિરીઝ જીતી લીધી છે. રાંચી ટેસ્ટમાં ભારતીય ટીમને વિજય અપાવવામાં ધ્રુવ જુરેલે હીરો રહ્યો છે, જેમાં પહેલી ઈનિંગમાં 90 રન (149 બોલમાં છ સિક્સર અને ચાર ચોગ્ગા સાથે) બનાવ્યા હતા, ત્યારબાદ નોટ આઉટ રહીને 39 રન બનાવવાની સાથે વિનિંગ શોટ લગાવીને અંગ્રેજોને ચોંકાવી નાખ્યા હતા. હવે આગામી પાંચમી ટેસ્ટ મેચ સાતમી માર્ચે ધરમશાલામાં રમાડવામાં આવશે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે રાંચી ટેસ્ટની જીત માટે ટીમ ઈન્ડિયા અને યુવા નવોદિત ખેલાડીઓની પ્રશંસા કરી હતી. સચિને લખ્યું હતું કે ટીમ ઈન્ડિયાની જીત માટે છ-છ ખેલાડી પ્રશંસાપાત્ર છે. સચિને લખ્યું હતું કે ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા, શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરી છે.

દરમિયાન સુરેશ રૈનાએ લખ્યું હતું કે હું જુરેલની વિકેટકિપગથી ખુશ છું. જુવેલે જોરદાર મહેનત કરી છે. પિતા આર્મીમાં હતા, જેઓ ક્યારેય હાર માની નહોતી અને બહાદુર હતા એ જ લક્ષણો જુરેલમાં જોવા મળે છે. દરમિયાન સુનિલ ગાવસ્કરે પણ જુરેલની જોરદાર પ્રશંસા કરી હતી.

આજની મેચમાં મેન ઓપ ધ મેચ જુરેલને જાહેર કરવામાં આવ્યો હતો. ધ્રુવ જુરેલને પ્લેયર ઓફ ધ મેચ વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો, કારણ કે એ દાવેદાર પણ હતો. મેચ જીતાડવા મુદ્દે ધ્રુવ જુરેલે કહ્યું હતું કે ગિલની શાથે મળીને ટીમને જીતાડવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં 10-10 રનનો ટાર્ગેટ સંબંધિત હતો, જે મારી અને ગિલની બંનેની યોજના હતી.

બાઝબોલ ગણાતી ઇંગ્લેન્ડની ટીમને ભારતે પાંચ વિકેટથી હરાવી હતી, જેમાં જીત માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં રોહિત-ગિલની શાનદાર હાફ સેન્ચુરી સિવાય મેચ જીતવાનું મુશ્કેલ લાગતું હતું, પરંતુ મિડલ ઓર્ડરમાં રજત પાટીદાર, જાડેજા સહિત અન્ય બેટર નિષ્ફળ રહ્યા હતા.

આમ છતાં શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે 10-10 રનનો પ્લાન બનાવ્યો અને ધીમે ધીમે કરીને મેચ જીતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું. આ મુદ્દે જુરેલે કહ્યું હતું કે પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ ટીમ ઈન્ડિયા માટે રમવા અને જીતાડવા માટે તૈયાર છે.
23 વર્ષના વિકેટકિપર કમ આક્રમક બેટર ધ્રુવ જુરેલે પંદરમી ફેબ્રુઆરીના રાજકોટમાં ડેબ્યૂ કર્યું હતું. બે ટેસ્ટમાં ત્રણ ઈનિંગમાં 53.03 સ્ટ્રાઈક રેટથી 175 રન બનાવ્યા હતા, જ્યારે તેને નામે એક અડધી સદી ફટકારી છે, જેમાં 10 ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button