Maratha Reservation: જરાંગેની મુંબઈ આવવાની યોજના રદ્દ, આટલા જિલ્લામાં ઈન્ટરનેટની સેવા બંધ
મુંબઈ: મરાઠા આરક્ષણ (Maratha Reservation) આંદોલન હિંસક થતાં અંબડ જિલ્લામાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે મનોજ જરાંગેએ મુંબઈમાં આંદોલન કરવાનું હતું, પરંતુ એને રદ રાખવામાં આવ્યું છે. આ આંદોલનમાં હિંસા થવાની શક્યતાએ જરાંગે પાટીલે મુંબઈમાં આંદોલન કરવાના નિર્ણયને રદ કર્યો છે અને અડધા રસ્તેથી જ તેમના ગામ પરત ફર્યા હતા.
મરાઠા આંદોલન ફરી હિંસક બનતા સંભાજીનગર, જાલના અને બિડ એમ ત્રણ જિલ્લામાં પ્રશાસન દ્વારા ઇન્ટરનેટની સેવા બંધ કરી છે. મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે વિધાનસભામાં વિશેષ સત્ર શરૂ છે. આ દરમિયાન વિપક્ષ પાર્ટીઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે હું કાયદાનું સન્માન કરું છે. મરાઠાઓ પણ રાજ્યમાં શાંતિ રાખે અને કોઈપણ કાયદાને પોતાના હાથમાં લે નહીં એવું પણ આવ્હાન પણ તેમણે કર્યું હતું. મરાઠા આરક્ષણની માગણીને લઈને ફરી એક વખત જરાંગે પાટીલનું આંદોલન મુંબઈ આવવા નીકળ્યું હતું. મનોજ જરાંગે પાટીલ જાલનાના અંતરવાલી સરતી ગામમાં અનશન પર બેઠા છે. આ દરમિયાન થોડા સમયમાં આંદોલન ક્યાંથી કરશે એ નક્કી કરવામાં આવશે, એમ તેણે જણાવ્યું હતું.
આ અગાઉ મનોજ જરાંગે પાટીલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે તેમની હત્યા કરવાનો પણ આરોપ કર્યો હતો. મને સલાઇન દ્વારા ઝેર આપવનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જરાંગેએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફડણવીસની વાત સાંભળવી જોઈએ નહીં.