વેપાર

શૅરબજારમાં મોટી ઊથલપાથલ જોવા મળે

ગ્રહ સંકેત -વિનોદ રાવલ

આ દિવસોના ગ્રહ યોગ અને ખગોલિક સ્થિતિ જોતા આ સમયમાં મોટી અને ઝડપી વેચવાલી આવી શકે છે. ગુરુ અને મંગળનો કેન્દ્ર યોગ બને છે અને સૂર્ય અને બુધની યુતિ થાય છે. આ સાથે બુધ અને શનિની યુતિ થાય છે. અને સૂર્ય અને શનિની યુતિ પણ છે. આ જોતા સૂર્ય-શનિ અને બુધ સાથે ક્રાંતિ સામ્ય અને ચરણાત્મક વેધ પણ થાય છે.

શૅરબજાર: મિત્રો શૅરબજારમાં પહેલા દિવસ મજબૂતાઇ જોવા મળે. પણ બજારમાં વેંચીને વેપાર કરવો લાભદાયી થઇ શકે છે. સપ્તાહની શરૂઆતથી વેંચીને વેપાર ગોઠવતા જવો લાભદાયી રહે. સપ્તાહનાં મધ્યના દિવસોમાં બજારમાં મોટી વધઘટે બજાર બે તરફી ચાલી શકે છે. બજારમાં દરેક ઉછાળામાં વેંચીને વેપાર કરવો. સપ્તાહની શરૂઆતના દિવસો અને સપ્તાહના મધ્યના શરૂઆતનાં દિવસો સુધી ધ્યાન નરમ રાખીને વેપાર કરવા. આ સપ્તાહમાં મોટી ગિરાવટ આવી શકે છે. એકંદરે આ સપ્તાહમાં શૅરબજારમાં ઇન્ડેક્ષ અને નિફટીમાં નરમાઇ જોવા મળી શકે. આ સપ્તાહમાં બૅન્ક, રિલાયન્સ, ઑટો સેકટર, ટેલિકોમ અને ફાઇનાન્સ સેક્ટરમાં મોટી ગિરાવટ આવી શકે છે.

સોના-ચાંદી: આ સપ્તાહમાં સોના અને ચાંદી હાજર અને વાયદામાં શરૂઆતના દિવસમાં મજબૂતાઇ જોવા મળે અથવા મજબૂત બજાર ખૂલી શકે છે. શરૂઆતના દિવસોથી બજારમાં વેચાણ કરતાં જવું લાભદાયી થાય. સોના અને ચાંદીમાં આ સપ્તાહની શરૂઆતથી જ દરેક ભાવે વેચાણ કરીને વેપાર કરતાં જવો. આ સપ્તાહમાં એકાદ દિવસ બે તરફી જોવા મળે પણ ધ્યાન નરમ રાખીને વેપાર કરવો હિતાવહ છે. આ સપ્તાહમાં સપ્તાહની શરૂઆતના દિવસોથી સપ્તાહની મધ્ય સુધી બજારમાં વેચવાલી આવતાં ભાવ નરમ જોવા મળી શકે છે. તેમાં નફો બુક કરવો. સપ્તાહના અંતિમ દિવસોમાં બજારમાં સામાન્ય મજબૂતી અથવા સાંકડી વધઘટ જોવા મળી
શકે છે.

ક્રૂડ ઓઇલ: આ સપ્તાહની શરૂઆતમાં મજબૂત ભાવ જોવા મળે. દરેક ભાવે તેજીનો વેપાર વધારતાં જવો. સ્ટોક દરેક ભાવે કરી શકાય તેવી રીતે વેપાર કરવો. સપ્તાહની મધ્ય ના દિવસો સુધી સારી તેજીની ચાલ જોવા મળે. આ દિવસોમાં નફો બુક કરવો હિતાવહ છે. સપ્તાહના મધ્યના દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય વધઘટ રહે. છતાં આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં અહીંના બજારમાં પણ મજબૂત ભાવ જોવા મળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button