વેપાર

વિક્રમી ઊંચી સપાટીએ પહોંચેલા નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ લેવલ ૨૨,૦૦૦ સાચવવું અનિવાર્ય

પ્રાઇમરી માર્કેટમાં જોરદાર હલચલ: આ સપ્તાહે છ આઇપીઓ ખૂલશેે અને પાંચ કંપનીનું લિસ્ટિંગ થશે

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં ફરી તેજીનો ધમધમાટ જોવા મળ્યો છે અને ર્ર્નિેેષ્ણાતો માને છે કે ઇલેક્શન કરેકશન સમાપ્ત થઇ ગયું હોવાથી તેજી આગળ વધી શકે છે. એક એનાલિસ્ટે નિફ્ટી માટે ટૂંક સમયમાં ૨૭,૦૦૦ની સપાટી ભાખી છે. જોકે, આ સપ્તાહની વાત કરીએ તો નિફ્ટી માટે ૨૨,૦૦૦ પોઇન્ટની સપાટી જાળવવી અનિવાર્ય છે.

શેરબજાર અફડાતફડીમાંથી પસાર થઇ રહ્યું હોવા છતાં પ્રાઇમરી માર્કેટમાં જોરદાર હલચલ ચાલુ રહી છે. આ સપ્તાહે છ આઇપીઓ ખૂલી રહ્યાં છે અને પાંચ કંપનીઓનું લિસ્ટિંગ થશે. સરાફ હોટેલ્સ અને હયાત હોટેલ્સ કોર્પોરેશનની માલિકીની જ્યુનિપર હોટેલ્સ ૨૮ ફેબ્રુઆરીના રોજ શેરબજારોમાં લિસ્ટિંગ મેળવશે, જ્યારે જીડીપી હેલ્થકેર ઇક્વિટી શેર્સમાં ટ્રેડિંગ ૨૯ ફેબ્રુઆરીથી શરૂ થશે.

વૈશ્ર્વિક અને સ્થાનિક સ્તરે સારા અને સહાયક પરિબળોનો સહારો મળતાં ભારતીય બજાર પર તેજીવાળા ફરી એક વખત હાવની થઇ ગયા અને બેન્ચમાર્કને નવી વિક્રમી ઊંચી સપાટી તરફ દોરી ગયા. સેન્સેક્સ તેની પાછલી ઐતિહાલિક ટોચથી છેટો રહી ગયો, પરંતુ નિફ્ટી નવી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો છે. નિફ્ટીએ ચારેક સત્રમાં ઇન્ટ્રા-ડે નવી ઐતિહાસિક ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો. આ તરફ નિષ્ણાતોની મિડ અને સ્મોલ કેપ શેરોથી દૂર રહેવાની વાંરવારની ચેતવણી છતાં વ્યાપક બજારમાં સળવળટા ચાલુ રહ્યો હતો. જોકે, સમીક્ષા હેટળના સપ્તાહને અંતે મિડકેપ ઈન્ડેક્સ થોડા ઘટાડા સાથે સ્થિર થયો હતો. જ્યારે લાર્જ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં એકાદ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

સમીક્ષા હેઠલના સપ્તાહ દરમિયાન બીએસઈ સેન્સેક્સ ૭૧૬.૧૬ એટલે કે એક ટકા વધીને ૭૩,૧૪૨.૮ પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો હતો અને તેની ૭૩,૪૨૭.૫ની રેકોર્ડ ઊંચી સપાટીની નજીક આવ્યો હતો. બીજી તરફ, નિફ્ટી-૫૦ બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સ સપ્તાહના અંતે ૧૭૨ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકાના વધારા સાથે ૨૨,૨૧૨.૭૦ પોઇન્ટ પર બંધ થતા પહેલા ૨૨,૨૯૭.૫૦ પોઇન્ટના નવા ઊંચા શિખરે પહોંચ્યો હતો.

બીજા સેક્ટોરલ ઇન્ડેક્સો પર નજર કરીએ તો બીએસઈ રિયલ્ટી ઇન્ડેક્સમાં ચાર ટકા, બીએસઈ ટેલીકોમ ઇન્ડેક્સમાં ૩.૮ ટકા, બીએસઈ એફએમસીજી અને પાવર ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો વધારો થયો. જ્યારે, બીએસઈ ઑયલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં બે ટકા અને બીએસઈ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ એક ટકા નીચી સપાટીએ બંધ થયો હતો. જુબિલન્ટ ઈન્ડસ્ટ્રીઝ, બીએફ યુટિલિટીઝ, વારી રિન્યુએબલ ટેક્નોલોજી, ટુરિઝમ ફાઈનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, એસએમએલ ઇસુઝુ, જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝ, યશો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હ્યુમ પાઇપ કંપની, કેપીઆઇ ગ્રીન એનર્જી, ઇ-મુદ્રા, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન અને સોલારા એક્ટિવ ફાર્માના ઉછાીળા સાથે બીએસઇ સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

બીજી તરફ, લુઝરમાં આઇએફસીઆઇ, એચપીએલ ઈલેક્ટ્રીક પાવર, કોફી ડે એન્ટરપ્રાઇઝ, ઓરિએન્ટ સિમેન્ટ, જીનસ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, સુલા વાઇનયાર્ડ્સ, ટેકનો ઇલેક્ટ્રિક ફળા; એન્જિનિયરિંગ કંપની, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને ઝેડએફ કોમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ્સ ઇન્ડિયાનો સમાવેશ હતો.

વન ૯૭ કોમ્યુનિકેશન્સ (પેટીએમ), એબીબી ઈન્ડિયા, અદાણી વિલ્મર, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ડસ ટાવર્સ, વરૂણ બેવરેજિસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં નોંધાયેલા સુધારા સાથે બીએસઇ લાર્જ-કેપ ઈન્ડેક્સમાં એક ટકાનો વધારો થયો હતો. આ સેગમેન્ટની ટોપ લુઝર કંપનીઓમાં હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપનીનો સમાવેશ હતો.

મિડ-કેપ ઈન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો. ટોચના વધનારા શેરોમાં ઈન્ડિયન હોટેલ્સ કંપની, વોડાફોન આઈડિયા, પીબી ફિનટેક, રાજેશ એક્સપોર્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને કમિન્સ ઈન્ડિયાનો સમાવેશ થાય છે, જ્યારે ટોચના ઘટનારા શેરોમાં ફેડરલ બેન્ક, ગ્લેન્ડ ફાર્મા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ અને બેન્ક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ આ સપ્તાહમાં પણ વેચવાલી ચાલુ રાખી હતી અને આ વર્ગના રોકાણકારોએ રૂ. ૧,૯૩૯.૪૦ કરોડની ઇક્વિટી ભારતીય બજારમાં ઠાલવી હતી, બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ સપ્તાહ દરમિયાન રૂ ૩૫૩૨.૮૨ કરોડની ઇક્વિટી ખરીદી હતી. જો કે, ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં, એફપીઆઇએ રૂ. ૧૫,૮૫૭.૨૯ કરોડની ઇક્વિટી વેચી છે, જ્યારે ડીઆઇઆઇએ રૂ. ૨૦,૯૨૫.૮૩ કરોડની ઇક્વિટી ખરીદી છે.

ક્ષેત્રીય મોરચે, રિયલ્ટી ઇન્ડેક્સ ચાર ટકા, ટેલિકોમ ઇન્ડેક્સ ૩.૮ ટકા, એફએમસીજી અને પાવર ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો વધારો થયો છે. બીજી તરફ ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ બે ટકા અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ એક ટકા નીચે ગબડ્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બજાર મૂલ્યની દ્રષ્ટિએ સૌથી વધુ ઉમેરો કર્યો, ત્યારબાદ આઇસીઆઇસીઆઇ બેન્ક, સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો નંબર આવે છે. બીજી તરફ ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ઈન્ફોસિસ અને વિપ્રોએ તેમની મોટાભાગની માર્કેટ-કેપ ગુમાવી હતી.

ટોચની સ્ટોક બ્રોકિંગ ફર્મ મોતીલાલ ઓસવાલના રિસર્ચ એનાલિસ્ટનુ કહેવુ છે કે તમામ વૈશ્ર્વિક આર્થિક ડેટાની જાહેરાત અગાઉ આખલો પોરો ખાઇ શકે છે. ઊંચા વેલ્યુએશન્સ પણ કોન્સોલિડેશનનો સંકેત આપી રહ્યાં છે. અમેરિકામાં ફેબ્રુઆરીના ચોથા ક્વાર્ટરના જીડીપીના આંકડાઓ સાથે પ્રારંભિક બેરોજગારી દાવાઓ, પીસીઈ ડેટા અને ક્ધઝ્યૂુમર કોન્ફીડેન્સના આંકડા જાહેર થશે. જોકે, તેમના મતે બજારનો ઓવરઑલ ટ્રેન્ડ પોઝિટિવ બનેલો છે. આ બાબત ધ્યાનમાં રાખીને રોકાણકારોને ઘટાડા પર ખરીદારીની રણનીતી ચાલુ રાખવી જોઇએ. એંજલ વનના નિષ્ણાતનું કહેવુ છે કે કોઈ ઇન્ટ્રાડે ઘટાડામાં નિફ્ટી માટે ૨૨૦૦૦ પર નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ દેખાય છે. તે પછી આગામી મોટો સપોર્ટ ૨૧,૯૦૦ – ૨૧,૮૫૦ની આસપાસ હશે. જોકે, જો આ સપોર્ટ તૂટે તો નિફ્ટીનો ઇન્ટરમીડિયેટ ટ્રેન્ડ નબળો પડી શકે છે. આવી સ્થિતિમાં નિફ્ટા માટે ઉપરનું લક્ષ્ય નક્કી કરવું મુશ્કેલ જણાય છે. હજુ પણ એમ કહી શકાય કે જો બેન્કિંગ શેરો તરફથી સપોર્ટ મળશે તો આ સપ્તાહમાં નિફ્ટી ૨૨૩૫૦- ૨૨૫૦૦ના સ્તરે જોવા મળી શકે છે. અહીંથી ઉપરના વલણને ટકાવી રાખવા માટે બેંકિંગ શેરોનો સપોર્ટ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button