નેશનલ

લોકદળના નેતાની ગોળી મારીને હત્યા કરાઈ

ચંડીગઢ -વણઓળખાયેલા હુમલાખોરોએ રવિવારે ઝુજ્જર
જિલ્લામાં નેશનલ લોકદળના હરિયાણા એકમના પ્રમુખ નફે સિંહ રાથીની ગોળી મારીને હત્યા કરી હતી.
ઝુજ્જરના હાદુરગઢ નગરમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય રાથી એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કારમાં રહેલા હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. લોકદળના નેતા અભય ચૌટાલાએ કહ્યું હતું કે રાથીને ઝુજ્જરમાં ઠાર મારવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાથીના જાન પર ખતરો હોવા છતાં તેમને સુરક્ષા આપવામાં સરકાર વિફળ ગઈ હતી. તેમણે મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનનું રાજીનામું માગ્યું હતું. પોલીસે કહ્યું હતું કે બનાવની તપાસ ચાલુ છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button