નેશનલ

સ્પિનરો સામે ઘૂંટણીયે પડ્યું ઇંગ્લેન્ડ, રાંચી ટેસ્ટમાં જીતથી ૧૫૨ રન દૂર ભારત

રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીમાં રમાઇ રહી છે. આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ હતી. ત્રીજા દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ ૧૬ અને રોહિત શર્મા ૨૪ રને રમી રહ્યા હતા. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે ૧૯૨ રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતા ભારતે ત્રીજા દિવસની રમતના અંતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૪૦ રન કરી લીધા હતા. હવે ભારત જીતથી માત્ર ૧૫૨ રન દૂર છે અને તેની ૧૦ વિકેટ બાકી છે.

નોંધનીય છે કે ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં ૩૫૩ રન કર્યા હતા. આ પછી ભારતીય ટીમનો પ્રથમ દાવ ૩૦૭ રનમાં સમેટાઈ ગયો હતો. ભારત તરફથી પ્રથમ દાવમાં ધ્રુવ જુરેલે સૌથી વધુ ૯૦ રન કર્યા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલે ૭૩ રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધુ ૫ વિકેટ લીધી હતી. ટોમ હાર્ટલીને ૨ સફળતા મળી. જીમી એન્ડરસને ૨ વિકેટ લીધી હતી. એટલે કે પ્રથમ દાવના આધારે ઇંગ્લેન્ડ પાસે ૪૬ રનની લીડ હતી. આ પછી ઈંગ્લેન્ડનો બીજો દાવ ૧૪૫ રનમાં સમેટાઈ ગયો હતો.

ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં માત્ર ઓપનર જેક ક્રાઉલી ૬૦ રનની ઇનિંગ રમી હતી. ક્રાઉલી સિવાય જોની બેયરસ્ટોએ ૩૦ રનની ઇનિંગ રમી હતી. તે સિવાય એક બેટ્સમેન ભારતીય સ્પિનર્સ સામે રમી શક્યો નહોતો. ભારત તરફથી આર. અશ્ર્વિને પાંચ અને કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.

હાલમાં ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧થી આગળ છે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ જીતીને શ્રેણી બરોબરી કરવા ઈચ્છશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button