નેશનલ

ચીનના હેકર્સે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો હેક કર્યા!

નવી દિલ્હી: ચીનના એક હેકર ગ્રુપે ભારતમાં મોટો સાઈબર અટેક કર્યો હોવાનો દાવો કર્યો છે. હેકર્સે ભારતના વડા પ્રધાન કાર્યાલય ઉપરાંત ભારત સરકારના મુખ્ય કાર્યાલયો તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એર ઈન્ડિયાને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.
એક અહેવાલ મુજબ ચીનના મિનિસ્ટ્રી ઓફ પબ્લિક સિક્યુરિટી માટે સાયબર સિક્યુરિટી કોન્ટ્રાક્ટર જીઆઇટી એચયુબી સાથે જોડાયેલા હજારો દસ્તાવેજો, તસવીરો અને ચેટ મેસેજ ૠશઇંીિંબ પર અજ્ઞાત રીતે પોસ્ટ કરવામાં આવ્યા હતા.
અહેવાલ મુજબ કોન્ટ્રાક્ટરના કર્મચારીએ જણાવ્યું કે શજજ્ઞજ્ઞક્ષ અને ચીનની પોલીસે ફાઈલો કેવી રીતે લીક થઈ એ જાણવા કરવા માટે તપાસ શરૂ કરી છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, એક કર્મચારીએ કહ્યું કે આઇએસઓઓએન 21 ફેબ્રુઆરીએ દસ્તાવેજો લીક થવા અંગે એક મીટિગ કરી હતી અને તેને કહેવામાં આવ્યું હતું કે તેનાથી બિઝનેસ પર વધારે અસર નહીં થાય અને તેણે પોતાનું કામ સામાન્ય રીતે ચાલુ રાખવું જોઈએ.
જીઆઇટી એચયુબી પર લીક થયેલા દસ્તાવેજો મેન્ડરિન ભાષામાં છે, પરંતુ જે મશીન ટ્રાન્સલેટેડ વર્ઝન સામે આવ્યું છે તેમાં હેકર્સની કાર્યપદ્ધતિઓ, કારનામાઓ અને ટાર્ગેટ કોણ છે તેની માહિતી મળી છે. આ મુજબ, સાયબર એટેકર્સના ટાર્ગેટમાં નાટો, યુરોપિયન સરકારોની ખાનગી સંસ્થાઓ ઉપરાંત પાકિસ્તાન જેવા ચીનના સહયોગી દેશો પણ હતા.
લીક થયેલા ડેટામાં ભારતના નાણાં મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રપતિના ઓફિસનો ઉલ્લેખ છે. સંભવત: ગૃહ મંત્રાલયને પણ નિશાન બનાવવામાં આવ્યું હોઈ શકે છે. ભારત-ચીન સીમા તણાવ દરમિયાન હેકર જૂથોએ મે 2021 અને ઓક્ટોબર 2021 વચ્ચે “રાષ્ટ્રપતિના આંતરિક મંત્રાલય” ની વિવિધ કચેરીઓથી સંબંધિત
5.49 જીબી ડેટા પ્રાપ્ત કર્યો હતો.
આ ઉપરાંત પેન્શન ફંડ મેનેજર, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઊઙઋઘ), ભારત સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલ અને ખાનગી હેલ્થકેર-હોસ્પિટલ્સ ચેઈનના યુઝર ડેટાની પણ કથિત રીતે ચોરી કરવામાં આવ્યો હતો. કથિત રીતે એર ઈન્ડિયાના ચોરાયેલા ડેટામાં મુસાફરોની ચેક-ઈન વિગતો પણ છે. લીક થયેલા દસ્તાવેજોમાં મુજબ 2020 થી ભારતની આશરે 95 જીબી ઇમિગ્રેશન વિગતોનો સમાવેશ થાય છે, જેને “એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ ડેટા” તરીકે વર્ણવવામાં આવે છે.
મિત્રથી લઈને દુશ્મન દરેક દેશ ચીનના નિશાના પર છે. ભારત ઉપરાંત બેઇજિંગે તેના નજીકના મિત્ર પાકિસ્તાનને પણ નિશાન બનાવ્યું છે. ઉપરંત નેપાળ, મ્યાનમાર, મંગોલિયા, મલેશિયા, અફઘાનિસ્તાન, ફ્રાન્સ, થાઇલેન્ડ, કઝાકિસ્તાન, તુર્કી, કંબોડિયા અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે. નેપાળ ટેલિકોમ, મોંગોલિયાની સંસદ અને પોલીસ વિભાગ, એક ફ્રેન્ચ યુનિવર્સિટી અને કઝાકિસ્તાનની પેન્શન મેનેજમેન્ટ ઓથોરિટીમાંથી પણ મોટા પ્રમાણમાં ડેટાની ચોરી કરવામાં આવી હોવાના અહેવાલ છે.
આ પહેલીવાર નથી કે જ્યારે ચીન ભારતમાં સાયબર હુમલા માટે ચર્ચામાં આવ્યું હોય. 2022માં, ચીન સાથે જોડાયેલા હેકરોએ કથિત રીતે સાત ભારતીય પાવર હબને નિશાન બનાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…