આપણું ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી સસ્તી ટૅક્સી મળશે: ઓછામાં ઓછું 37.50 ભાડું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટૅક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટથી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સાત સુવિધાઓ મળી રહેતી હતી, જેમાં સેલ્ફ ડ્રાઇવ કાર, કાર ઓન રેન્ટ, ઓલા, ઉબેર, પ્રીપેડ ઑટો રિક્ષા-ટૅક્સી, બીઆરટીએસ બસ અને તાજેતરમાં શરૂ કરવામાં આવેલી રાજકોટથી અમદાવાદ એરપોર્ટની એસી વોલ્વો બસ, પરંતુ હવેથી એરપોર્ટ પર પહોંચવા કે એરપોર્ટથી શહેરના અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સિટી ટૅક્સીની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે.
અમદાવાદ એરપોર્ટ દ્વારા આ સિટી ટૅક્સીનું લઘુત્તમ ભાડું રૂ. 37.50 રાખવામાં આવ્યું છે. એટલે કે મીટર ડાઉન થતા જ મુસાફરોએ તેનું લઘુતમ ભાડુ ચુકવવાનું રહેશે. ત્યાર બાદ દરેક કિલોમીટર પર રૂ. 25નો વધારો થશે. તેમાં પણ દર એક પોઈન્ટ પર રૂ. 2.5નો વધારો થશે. સિટી ટેક્સી અસોસિએશન પ્રમુખએ જણાવ્યું હતું કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર હાલમાં આ પ્રકારના ચોક્કસ મીટર ધરાવતી 30 ટૅક્સી શરૂ કરવામાં આવી છે, પરંતુ ભવિષ્યના થોડા દિવસોમાં તે વધારીને 50 ટૅક્સી કરવામાં આવશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાજ્ય એરપોર્ટ પર હાલમાં ત્રણ ટૅક્સી પાર્ક થાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. બાકીની અન્ય ટૅક્સીને ટર્મિનલ 2 પાસે આવેલા પાર્કિંગમાં જગ્યા આપવામાં આવી છે. આ પ્રકારની સિટી ટૅક્સી શરૂ કરવા માટે 30 જેટલી ટૅક્સીમાં ખાસ પ્રકારનું ડિજિટલ મીટર લગાવવામાં આવ્યું છે. આ પ્રકાર સરકાર દ્વારા માન્ય ડિજિટલ મીટર હોય તે જ ટૅક્સીની મુસાફરી લેવાની પરવાનગી મળશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button