ધો. 10 અને 12માની પરીક્ષાની પાર્શ્વભૂમિ પર રાજ્ય શિક્ષણ બોર્ડનો સંકેત
પેપર ફૂટ્યા હોવાની અફવા ફેલાવનારા વિરુદ્ધ કાર્યવાહી થશે
મુંબઈ: રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી લેવામાં આવનારી બારમા ધોરણની પરીક્ષા ગુરુવારથી શરૂ થઇ, જ્યારે 10મા ધોરણની પરીક્ષા પહેલી માર્ચથી શરૂ થવાની છે. પરીક્ષા બાબતે સોશિયલ મીડિયા તેમ જ અન્ય માધ્યમથી ભૂલભરેલી માહિતી તેમ જ અફવા ફેલાવવામાં આવતી હોય છે. આ બાબતને શિક્ષણ બોર્ડે ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની દિશાભૂલ કરનારા વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો છે.
પ્રશ્નપત્રિકાનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈલર કરવો, પરીક્ષાના ટાઈમટેબલ અંગે ભૂલભરેલી માહિતી ફેલાવનારી સંબંધિત વ્યક્તિ હવે મુશ્કેલીમાં આવી શકે છે. દર વર્ષે આવા બનાવ બનતા હોવાને કારણે શિક્ષણ બોર્ડને નાહકનો ત્રાસ સહન કરવો પડતો હોય છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ અફ્વા પર વિશ્વાસ રાખીને બોર્ડની હેલ્પલાઈન પર ફોન કરીને પ્રશ્નોની વણઝાર કરી મૂકે છે. આને કારણે તેમના અભ્યાસનો બહુમૂલ્ય સમય પણ વેડફાઇ જતો હોય છે. આથી હવે આવી અફ્વા પર લગામ આવી શકે એ માટે બોર્ડે ઉક્ત નિર્ણય લીધો છે.
ચીફ મોડરેટરોએ બોર્ડની મીટિંગનો કર્યો બહિષ્કાર
ગુરુવારથી શરૂ થયેલી બારમા ધોરણની અંગ્રેજી વિષયની પહેલી પરીક્ષા સરળ રીતે પાર પડી હતી. જોકે ચીફ મોડરેટરોની ઝોનલ શિક્ષણ બોર્ડમાં મીટિંગ થઈ નહોતી. ઉત્તરપત્રિકા તપાસવાના મુદ્દે મોડરેટરોએ મીટિંગમાં ન જઇને બહિષ્કાર નોંધાવ્યો હતો. આને કારણે અંગ્રેજી વિષયના માર્કસ બાબતે ચર્ચા જ ન થઇ હોવાથી નિયમનકાર અને પરીક્ષકોને માર્કસ બાબતે માર્ગદર્શન મળ્યું નહોતું. આને કારણે હવે અંગ્રેજી પેપરને કઇ રીતે તપાસવા એ અંગે ગડમથલ ઊભી થઇ છે. ઉ