નેશનલ

મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે

નવી દિલ્હી: મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ-યુજી’ પાંચમી મેએ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે એવી જાહેરાત નેશનલ ટૅસ્ટિંગ એજન્સી (એનટીએ)એ બુધવારે કરી હતી.
‘નીટ’ આપવા માગતા ઉમેદવારો પાસેથી એનટીએને એ જાણ કરતી વિનંતી મળી હતી કે પરીક્ષા અંગેના બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પરીક્ષા આપવા માગતા ઉમેદવારો માટે વિદેશમાં
સેન્ટર અંગેનો કોઈ ઉલ્લેખ નહોતો.
આ પરીક્ષા વિદેશના ૧૪ શહેરમાં પણ યોજવામાં આવશે એવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એનટીએના વરિષ્ઠ ડિરેક્ટર સાધના પરાશરે કહ્યું હતું.
૧૨ દેશના ૧૪ શહેરમાં આ પરીક્ષા યોજવામાં આવશે. આ ૧૪ શહેરમાં દુબઈ, અબુધાબી, શારજાહ (યુએઈ), કુવૈત, બૅંગકોક, કોલંબો, દોહા, કાઠમંડુ, કુઆલા લમ્પુર, લાગૉસ, મનામા (બહેરિન), મસ્કત, રિયાધ અને સિંગાપોરનો સ,માવેશ થાય છે.
ભારતમાં ૫૫૪ સેન્ટર પર આ પરીક્ષા લેવામાં આવશે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ