મનોરંજન

Rakul Preet-Jackky Wedding: It’s Official રકુલ બની ગઈ Mrs. Bhagnani…

Rakul Preet-Jackky Wedding: લાંબા સમયથી ફેન્સ જે ઘડીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા આખરે એ આજે આવી ગઈ અને Rakul Preet-Jackky Bhagnani આખરે એકબીજાના થઈ જ ગયા. સિખ રીતિ-રિવાજોથી બંનેના લગ્ન સંપન્ન થઈ ગયા છે અને ફેન્સને હવે નવવિવાહિત કપલની પહેલી ઝલકની આતુરતા છે.

રકુલ અને જેકીએ જ્યાંથી બંનેની લવસ્ટોરી શરૂ થઈ એ ગોવામાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક નામી અને મોટા લોકોએ હાજરી આપી હતી. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે કપલે લાઈફના એક નવા ચેપ્ટરની શરૂઆત કરી છે. ગોવામાં પરિવારના નજીકના લોકો અને ખાસ ફ્રેન્ડ્ની હાજરીમાં જ બંને જણે સાત જનમ સુધી એકબીજાનો સાથ આપવાના વચનો લીધા હતા.

શિલ્પા શેટ્ટી, અર્જુન કપૂર, વરુણ ધન, આદિત્ય રોય કપૂર, અનન્યા પાંડે, ઈશા દેઓલ સહિત અને લોકોએ આ લગ્નમાં હાજરી આપી છે. મળી રહેલી માહિતી પ્રમાણે સિખ રીતિ-રિવાજો બાદ હવે કપલ હિંદુ રીતિ-રિવાજ સાથે પણ લગ્ન કરશે. 19મી ફેબ્રુઆરીથી પ્રિ-વેડિંગ ફંક્શનની શરુઆત થઈ હતી અને એના માટે ગોવા રવાના થતાં પહેલાં જ કપલ મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યું હતું.

એવું કહેવાઈ રહ્યું છે કે ગોવામાં ભવ્ય લગ્ન સમારંભ બાદ રકુલ અને જેકી મુંબઈમાં એક રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. પરંતુ આ બધા વચ્ચે ફેન્સ આ ન્યુલી મેરિડ કપલની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. જેકી ફિલ્મ નિર્માતા છે અને રકુલ એક ખૂબ જ ચર્ચિત એક્ટ્રેસ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ રકુલ ફિલ્મ ઈન્ડિયન ટુમાં જોવા મળશે. જ્યારે જેકીના પ્રોડક્શનની આગામી ફિલ્મ બડે મિયા છોટે મિયાં છે જેમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ લીડ રોલમાં છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત