…તો વિશ્વને Amitabh Bachchan ન મળ્યો હોતઃ આમ કેમ કહ્યું હતું Amin Sayaniએ
જ્યારે કોઈપણ એંકર કે નેતા કે વક્તા પોતાની સ્પીચની શરૂઆત ભાઈયોં ઔર બહેનોંથી કરતા ત્યારે અમીન સયાની એક જ એવા એન્કર હતા જે બહેનોં ઔર ભાઈયોંથી શરૂઆત કરતા. આજે સવારે તેમનું નિધન થયું છે ત્યારે તેમના અવાજ સાથે જોડાયેલી તમામ યાદો સ્મૃતિપટ પર તાજી થઈ રહી છે.
અમીન સયાની Amin Sayani ની જેમ એક બીજી વ્યક્તિ પણ છે જેમનો અવાજ તેમની ઓળખ છે અને તે છે બોલીવૂડના બીગ બી BIG B અમિતાભ બચ્ચન Amitabh Bachchan . હવે આ અવાજના બે જાદુગરો વચ્ચેનો એક સંબંધ છે તે તમે કદાચ જાણતા નહીં હો.
આ વાત 60 ના દાયકાની છે. અમીન સયાની મુંબઈમાં ઓલ ઈન્ડિયા રેડિયોની ઓફિસમાં બેઠા હતા. તે દિવસોમાં અમીન સયાની રેડિયો સિલોન તેમજ ઓલ ઈન્ડિયા રેડિયો All India Radio (AIR) પર સિતારોં કી જવાની નામનો કાર્યક્રમ કરતા હતા. બે જગ્યાએ કાર્યક્રમો કરવાને કારણે તે ખૂબ વ્યસ્ત રહેતાં હતા. દરમિયાન, એક દિવસ એક નવયુવાન તેમની અપોઈન્ટમેન્ટ લીધા વગર પહોંચી ગયો. ઑલ ઈન્ડિયા રેડિયો માટે અવાજનું ઓડિશન આપવા, પરંતુ અમીન સયાનીના વ્યસ્ત શિડ્યુલને કારણે તેમની ઓફિસના સ્ટાફે યુવાનને ઘણીવાર રાહ જોવડાવી પણ પછી મળવાનું થયું નહીં. થોડા દિવસો પછી, અમિતાભે ફરીથી અમીન સયાનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ ફરી મુલાકાત ન થઈ. અમિતાભે કુલ ત્રણ વખત તેમને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્રણેય વખત તેઓ સફળ ન થયા. આખરે અમિતાભ બચ્ચને વૉઇસ ઑડિશન આપવાનો તેમનો ઇરાદો જ છોડી દીધો. થોડી ઠોકરો ખાધા બાદ આ યુવાન ફિલ્મોમાં ઝળક્યો અને બની ગયો અમિતાભ બચ્ચન. આ વાત ઘણા સમય બાદ બહાર આવી. જ્યારે આ વાતનો ખુલાસો થયો કે જેમને મળવા માટે સયાનીએ સમય કાઢ્યો ન હતો તે અમિતાભ હતા ત્યારે સયાનીએ કહ્યું હતું કે જે થયું તે સારું થયું, નહીંતર દુનિયાને અમિતાભ બચ્ચન Amitabh Bachchan (અભિનેતા)ન મળ્યો હોત.
એમ કહેવાતું હોય છે કે ઓલ ઈન્ડિયા રેડિયોએ અમિતભાનો અવાજ પસંદ ન હતો કર્યો, પરંતુ આ મીડિયા રિપોર્ટ્સ માનીએ તો અમિતાભનો વૉઈસ ટેસ્ટ લેવાયો જ ન હતો. ખૈર જે હોય તે પણ સયાનીએ ખરું જ કહ્યું કે જો એ ટેસ્ટ થયો હોત અને બચ્ચન પાસ થયા હોત તો આપણને કદાચ સદીના મહાનાયક મળ્યા ન હોત.
સયાનીની ગાયક કિશોર કુમાર singer Kishor Kumar સાથેની અનબન અબોલા અને ફરી પાછી મિત્રત પણ જાણીતી છે. સયાનીને કિશોર કુમારે ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે કિશોર કુમાર ગાયબ થઈ ગયા હતા. આ વાતથી સયાની ખૂબ જ અકળાયા હતા અને આઠ વર્ષ માટે બન્ને વચ્ચે અબોલા રહ્યા હતા. જોકે તે બાદ સુલેહ થઈ અને રેડિયો સિલોન પર જ્યારે કિશોર કુમારનો ઈન્ટરવ્યુ હતો ત્યારે કિશોર કુમારે સયાનીને કહ્યું કે તું તારા અવાજથી બહુ બૉર કરે છે, આથી હું જ્યારે ગાઉ ત્યારે તું બહાર બેસજે અને તેમની વાતને માન આપી સયાની સ્ટૂડિયોની બહાર બેઠા હતા.